વાઘોડિયા તાલુકાના વેજલપુર પાસે પસાર થતી દેવ નદીમાં યુવાનની મંગળવારે સવારે માથા તેમજ ગળાના ભાગે ઈજા અને પાછળથી બંને હાથ બાંધી દીધેલી હાલતમાં યુવાનની લાશ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. નજીકમાં આવેલા સ્મશાનમા તાંત્રિક વિધિ કર્યા બાદ યુવાનની હત્યા કરી લાશને નદીમાં ફેંકી દીધી હોવાના પુરાવા મળતા પોલીસે યુવાનની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે.
વાઘોડિયાના વેજલપુર પાસે પસાર થતી દેવ નદીમાં યુવાનની મંગળવારે સવારે લાશ ઉંઘી હાલતમાં પડેલી હતી. યુવાનના માથા તેમજ ગળાના ભાગે ઈજાના નિશાન મળ્યા હતા. યુવાનના હાથ પીઠ પાછળ બાંધી દેવાયા હતા આ અંગેની જાણ આંકડીયાપુરા ગામના સરપંચને થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બાદમાં વાઘોડિયા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફના માણસોએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.રાખોડી કલરની આખી બાંયનો શર્ટ તેમજ કથ્થઇ કલરનો જીન્સ પેન્ટ પહેરેલ યુવાનના જમણા હાથે સ્ટીલનું કડુ હતું. તેની લાશ પાણીમાંથી બહાર કાઢી ખિસ્સામાં તપાસ કરતા ત્રણ લીંબુ, સીમકાર્ડ વગરનોે એક મોબાઇલફોનમળ્યો હતો. પોલીસે યુવાનની લાશ જ્યાંથી મળી ત્યાંથી ૨૦૦ મીટર દૂર નદીના તટમાં સ્મશાન આવેલું છે ત્યા તપાસ કરતાં સ્મશાનમાં તુટેલુ અડઘુ બળેલુ લાકડું તથા લોહીના ડાઘ જમીન પરથી મળી આવ્યા છે. ઘટના વાળી જગ્યાએ એક બાઇકની ચાવી પણ મળી છે.અજાણ્યા યુવાનને કોઈકે મોડી રાત્રે તાંત્રિક વિધી માટે સ્મશાનમાં બોલાવવામાં આવ્યો હોય, ત્યારબાદ અન્ય ઈસમોએ તેનો બલી ચડાવી દેવાયો હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે. હત્યા બાદ લાશને ૩૦ મીટર સુધી ઘસેડી હોય તેવા નિશાન પણ સ્મશાન ભૂમીમાંથી મળ્યા છે. સ્મશાનમાંથીજ કોઈ કપડા વડે યુવકના બંને હાથ પીઠ પાછળ બાંધી દઈ યુવકની લાશને નદીમાં ફેંકી હત્યારાઓ ફરાર થયા હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. વાઘોડિયા પોલીસે હત્યાની ગુથ્થી ઉકેલવા માટે યુવકની ઓળખ વિધિ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
વાઘોડિયા : તાંત્રિક વિધિ કર્યા બાદ યુવકની હત્યા : હત્યા કર્યા બાદ લાશને નદીમાં ફેંકાઈ.
Advertisement