Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડીયા કોલોની – સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સીટી નં- ૨ ખાતે જિલ્લા પ્રસાશન દ્વારા મહેસૂલી પરિવારના કર્મયોગીઓ માટે યોજાયેલી ચિંતન શિબિરને ખૂલ્લી મૂકતાં જિલ્લા કલેક્ટર પટેલ.

Share

રાજપીપલા, આરીફ જી કુરેશી

જિલ્લા પ્રસાશન પાસેથી લોકોની આકાંક્ષાઓ-અપેક્ષાઓ ઉપરાંત પ્રજાકીય રજૂઆતોનો યોગ્ય, વાજબી, ઝડપી અને હકારાત્મક ઉકેલ દ્વારા પ્રજાજનોને લોકાભિમૂખ વહિવટની પ્રતીતિ કરાવવા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલની હ્રદયસ્પર્શી અપીલ રાજ્યના વહિવટીતંત્રમાં મહેસૂલ વિભાગ સરકારનું સીધુ પ્રતિનિધિત્વ કરતું હોય ત્યારે મહેસૂલી કર્મયોગીઓને તેમની વિશેષ ફરજો અને જવાબદારીઓ સુપેરે અદા થાય તે જોવા શ્રી પટેલની ખાસ હિમાયત.
રાજપીપલા, નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે જિલ્લાના મહેસુલી પરિવારના સૌ કર્મયોગીઓને જિલ્લા પ્રસાશન પાસેથી લોકોની પ્રજાકીય આકાંક્ષાઓ–અપેક્ષાઓ ઉપરાંત લોકરજૂઆતોનો પૂરતી સંવેદના સાથે યોગ્ય, વાજબી, ઝડપી અને હકારાત્મક ઉકેલ દ્વારા અરજદારોને ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ ખૂબ જ સરળતાપૂર્વક ઝડપથી મળી રહે અને તે દ્વારા પ્રજાજનોને લોકાભિમૂખ વહિવટની પ્રતીતિ થાય તેવી કાર્યપ્રણાલી વિકસાવવાની સાથોસાથ કર્મયોગીઓને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ વધુ અસરકારક અને પરિણામલક્ષી બની રહે તે જોવાની હ્રદયસ્પર્શી અપીલ કરી છે.
નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલ આજે જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની–સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સીટી નં-૨ ખાતે નર્મદા જિલ્લાના તમામ મહેસૂલી પરિવારના અધિકારીઓ / કર્મચારીઓ સહિત સૌ કર્મયોગીઓ માટે યોજાયેલી એક દિવસીય ચિંતન શિબિરને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લી મુકતાં બોલી રહ્યાં હતાં. આ વેળાએ નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ, નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલા સહિત જિલ્લાના પ્રાંત અધિકારી ઓ, નાયબ કલેક્ટર ઓ પણ આ દિપ પ્રાગટ્ય વિધિમાં જોડાયાં હતાં.
જિલ્લા કલેક્ટર પટેલે ચિંતન શિબિરનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા નવા નવા પાર્ટલો તેમજ નવી નવી ઓનલાઇન સિસ્ટમની પૂરતી સમજ અને જાણકારી સાથે કર્મયોગીઓને મોટીવેશનલ પ્રેરણા મળી રહે તે માટે સરકારની સંવેદનશીલતા, પ્રામાણિકતા, પ્રોગ્રેસીવ વગેરે જેવા આધારસ્થંભની સમજ પૂરી પાડવામાં આવી છે. તદ્ઉપરાંત અરજદારોને જે કાંઇ સેવાઓ મળે છે તે સેવાઓ સરળતાપૂર્વક ઝડપથી કઇ રીતે મળી શકે તેવો આજની ચિંતન શિબિરનો હેતુ રહેલો છે અને તેના ઉપર સમગ્ર દિવસ દરમિયાન ગહન ચિંતન કરાશે અને આજની ચિંતન શિબિર બાદ કર્મયોગીઓમાં લોકોને સેવા પૂરી પાડવા માટેના રહેલા ધોરણ-અભિગમમાં ખૂબ સારા વધારા સાથે ચોક્કસ પરિણામલક્ષી બદલાવ આવશે, તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે દેવ દિવાળીના આજના પવિત્ર પર્વે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહેસૂલી પરિવારના સૌ કર્મયોગીઓને ગત વર્ષે દેશના વડાપ્રધાનશ્રી સહિતના અન્ય મહાનુભાવોની સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષ મુલાકાત – કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન સાથે નૂતન વર્ષના અભિનંદનની સાથે શુભકામનાઓ પાઠવતાં મહેસૂલ વિભાગ પાસે રહેલી પ્રજાની અને સરકારની વિશેષ અપેક્ષાઓ ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક, પ્રામાણિકપણે પારદર્શી રીતે નિયત સમયાવધિમાં પરિપૂર્ણ થાય તે માટે પ્રત્યેક કર્મયોગીને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓની કાળજીપૂર્વકની અદાયગી સાથે પ્રજાજનોને સંતોષ થાય તેવા નિર્ષ્ઠાપૂર્વકના પ્રયાસો માટે કટિબધ્ધ થવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના વહિવટીતંત્રમાં મહેસૂલ વિભાગ સરકારનું સીધું પ્રતિનિધિત્વ કરતું હોય છે, ત્યારે જિલ્લાના પ્રસાશનમાં મહેસૂલી કર્મયોગીઓની ફરજો અને જવાબદારીઓ પણ વિશેષરૂપે રહેતી હોય છે. આજના ટેકનોલોજીના યુગમાં સમય બદલાવવાની સાથે નીત નવી ટેકનોલોજી પણ આવિષ્કાર પામી રહી હોઇ અને કામની કાર્યપધ્ધતિ પણ બદલાવાને લીધે તેમજ પ્રજાકીય લોકજાગૃત્તિ વધવાને લીધે જિલ્લા વહિવટીતંત્ર પાસે લોકોની અપેક્ષાઓ-આકાંક્ષાઓ પણ વધી છે, ત્યારે પ્રત્યેક અરજદાર પ્રસાશનની કામગીરીથી સંતુષ્ટ થાય તેવો અભિગમ કેળવવાની પટેલે ખાસ હિમાયત કરી હતી.
જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે ઉમેર્યું હતું કે, આપણને સૌને સરકારી નોકરી મળી છે તે એક આશિર્વાદરૂપ છે અને સરકારી ફરજો અને કામગીરીની સાથોસાથ લોકોની સેવા કરવાનો એક અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે આ અવસરને આપણી ફરજો અને પ્રજાકલ્યાણલક્ષી કામો થકી વધુ ઉજાગર કરવાની સાથે દરિદ્ર નારાયણોની વધુને વધુ સેવા થાય તે દિશામાં સૌને સંકલ્પબધ્ધ થવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે સામાન્ય દફ્તર
તપાસણી અને એપેન્ડીક્ષ-એ અંગે પણ વિસ્તૃત છણાવટ સાથે કર્મયોગીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી i-ORA / RMFS અને IRCMS વિષય પર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મહેસૂલી કર્મયોગીઓ માટેની ઓનલાઇન કામગીરી અંગે દ્રષ્ટાંત સાથે વિસ્તૃત સમજ આપી હતી અને મહેસૂલી કર્મયોગીઓ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરાતી પડકારરૂપ કેટલીક કામગીરીના સફળ અને ગૌરવરૂપ ઉદાહરણ તેમણે ટાંક્યા હતા. નાંદોદના પ્રાંત અધિકારી કે.ડી. ભગતે ગામ નં- ૬ અને જમીનના ટાઇટલની ચકાસણી, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ. પઠાણે સરકાર ની વિવિધ યોજનાઓ અને ફ્લેગશીપ કાર્યક્રમો, પ્રાંત અધિકારીશ્રી જયકુમાર બારોટે સી.એમ. ડેશબોર્ડ, સાગબારાના મામલતદારશ્રી ડૉ. જનમ ઠાકોરે પ્રોટોકોલ, નેશનલ ઇન્ફરમેટીક સેન્ટરના ઇન્ટરમેટીક ઓફિસરશ્રી જેસીમ હાફીઝે ટેકનીકલ સત્રમાં કોમ્પ્યુટર ટ્રબલ શુટીંગ અંગે તેમનું વક્તવ્ય અને જરૂરી જાણકારી પુરી પાડી હતી. ત્યારબાદ આ કર્મયોગીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની રંગત પણ માણી હતી.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ, નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલા, પ્રાંત અધિકારી કે.ડી. ભગત, દિપક બારીયા, જયકુમાર બારોટ, નાયબ કલેક્ટર એ.વી.અસારી, ડૉ. જનમ ઠાકોર, તાલુકા મામલતદાર ઓ સહિત સમગ્ર જિલ્લાના મહેસૂલી પરિવારના સૌ કર્મયોગીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ચિંતન શિબિરને સફળ બનાવી હતી.
આ ચિંતન શિબિરનું સંચાલન હિતેશભાઇ પ્રજાપતિએ કર્યું હતું અને અંતમાં પ્રાંત અધિકારીશ્રી કે.ડી. ભગતે આભારદર્શન કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝનોર ગામ ખાતે મચ્છી તળાવનો ઠરાવ કેન્સલ કરતા મહિલા સરપંચ પર જીવલેણ હુમલો, કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

ProudOfGujarat

ભાવનગર : ખાનગી બસો ચાલવા દેવા 50 હજારની લાંચ લેતા એસ. ટી. નિયામક ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વર ની ચંદાલચોકડી નજીક થી ઇજાગ્રસ્ત હાલત માં એક ઈશમ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!