ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠક આજરોજ ઝઘડીયા એપીએમસી ખાતે મળી.જિલ્લા ભાજપા પ્રમુખ યોગેશભાઇ પટેલ મહામંત્રી ધર્મેશભાઇ મિસ્ત્રી તેમજ જિલ્લાના અને તાલુકાના અગ્રણીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં નવા સંગઠન સત્રના હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી,જે મુજબ પ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ માટિયેડા અને બે મહામંત્રીઓ તરીકે ભુપેન્દ્રસિંહ રાઠોડ અને દિનેશભાઇ વસાવાના નામોની જાહેરાત કરવામાં આવી.ઉપસ્થિત કાર્યકરોએ નવા વરાયેલા હોદ્દેદારોની વરણીને વધાવી લઇને અભિનંદન આપ્યા હતા.નવા વરાયેલા હોદ્દેદારોએ પણ પાર્ટીએ તેમનામાં મુકેલા વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
Advertisement
1 comment
Congratulations