Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા ખાતે વાહન ચેકીંગ દરમ્યાન પ્રવાસી અને પોલીસે વચ્ચે તું તું મેં મેં

Share

કેવડીયાકોલોની જૂની ટીકીટ બારી પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાંન એક પ્રવાસીની ટ્રાફિક પોલીસના અધિકારી સાથે બોલાચાલી થઇ હતી જે જોવા માટે અન્ય પ્રવાસીઓનો ધસારો થતાં રસ્તા પર ટ્રાફિક જામ્યો હતો આ પ્રવાસી પોતાની ઓળખાણ હું Acb મા છું તેમ કહી આપતો હતો તથા ટ્રાફિકપોલીસનો વિડિયો પોતાના મોબાઈલમાં કેદ કરીને પોતાનો રુઆબ જમાવતો હતો જેથી ટ્રાફિક પોલીસે પોતાની સરકારી ગાડીમાં બેસાડીને કેવડિયા ખાતેના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા જયાં આ પ્રવાસીએ પોલીસની માફી માગી તથા માફીપત્ર લખી આપ્યુ હતું અંતે પોલીસે આ પ્રવાસીને છોડી મુક્યો હતો અંતે જાણવા મળ્યું હતું કે તે પ્રવાસી એક સ્ટુડન્ટ હતો તેના ભવિષ્યનો ખ્યાલ રાખી તેના માફી પત્ર બાદ તેને જવા દેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

ગૌતમ વ્યાસ ,કેવડિયા

Advertisement

Share

Related posts

ભારત સરકારના ઊર્જા મંત્રીશ્રી આર.કે.સિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજનાનો પ્રારંભ

ProudOfGujarat

ઉમરપાડાનાં રાણીકુંડ ગામમાં ૧૭ વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનારા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!