ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
વલણ તેમજ પાલેજ પંથકમાં બે માસમાં ૫૦ થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા વલણ સહિત પાલેજ પંથકનાં ગામોમાંથી ડેન્ગ્યૂનો રોગચાળો અટકવાનું નામ લઇ રહ્યો નથી જો કે વલણ સાર્વજનિક હોસ્પિટલમાં અત્યાર સુધીમાં દાખલ ડેન્ગ્યુના ૫૦ દર્દીઓ સાજા નરવા થતાં તેમને તબિયત સુધારો થતાં ડિસ્ચાર્જ અપાયું હતું હાલમાં ૩ દર્દીઓ સારવાર હેઠળ છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વલણ તેમજ પાલેજ માં સાર્વજનિક હોસ્પિટલ ખાતે ડેન્ગ્યુના અનેક કેસો સામે આવી રહ્યા છે એવામાં પાલેજ-વલણ રોડ ઉપર આવેલ સાર્વજનિક વલણ હોસ્પિટલ દર્દીઓને નજીવા દરે ૭ હજાર રૂપિયા જેવી રકમ મા ચારથી પાંચ દિવસ દાખલ કરી સારવાર આપવામાં આવતા ડેન્ગ્યુથી ભયભીત દર્દીઓમાં રાહતની લાગણી ફેલાઈ હતી. પાલેજ સહિત વલણ સીમલીયા સાંસરોદ ઝનોર ગામના દર્દીઓ એ હોસ્પિટલનો લાભ લીધો હતો જેમાં સૌથી વધુ કેસ વલણ ગામના ૩૦ ડેન્ગ્યુના નોંધાયા છે જેનાથી લોકોમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી હતી. અહીંની ટ્રસ્ટની હોસ્પિટલો દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ સરકારી હોસ્પિટલો પાસે યોગ્ય સુવિધાની અભાવ વર્તાય રહ્યો છે જેથી રોજ કમાઈ ખાનાર મજદૂર વર્ગ આવી બીમારીમાં સપડાઈ જતા તેઓ ઉપર આભ તૂટી આવે છે એવામાં સામુહિક આરોગ્ય કેન્દ્રો ને પણ નિયમિત તબીબી સેવા તેમજ યોગ્ય દવાઓ થી સજ્જ કરવા માંગ ઉઠવા પામી છે.