મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે ની સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી દ્વારા નિગમના તેમજ બિન નિગમના કર્મચારીઓને નિગમના નીતિ-નિયમો નેવે મૂકીને સરકારી મકાનો માત્ર રહેવાના (પોતે) હેતુથી ફાળવી આપેલ છે. પરંતુ અહીં તો મકાનમાલિકો પોતે ન રહેતા આવા મકાનો અન્ય લોકોને ભાડે આપી સરકારી મકાનો ના ભાડા ખાવાનો વેપલો શરૂ કર્યો છે. કેવડીયા કોલોની ખાતે ફાળવેલા મકાનોમાંથી 70% મકાનોમાં મકાનમાલિકો પોતે રહેતા ન હોવાની તેમજ ભાડા ખાતા હોવાની બુમો ઉઠી છે સરકારી કચેરીની મિલીભગતથી આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અધિકારીઓ આવા મકાનમાલિકો સામે કાયદેસરની કાર્યવાહી કેમ કરતા નથી. તેવી ચર્ચાએ જોર પકડયું છે. શું અધિકારીઓ પૈસા ખાતા હશે??? શું અધિકારીઓ પર કોઈ રાજકીય દબાણ હશે ??? વગેરે જેવી લોક ચર્ચાએ જોર પકડયું છે. સરકારી મિલકતોને ભાડા ખાતા મકાનમાલિકો સામે તંત્ર યોગ્ય પગલા લેશે ખરા આવા મકાનોના માર્કેટ રેટ મુજબ ભાડા કચેરી કાર્ડ છે ખરી કે પછી આવા લોકોનો બચાવ કરશે તે હવે જોવું રહ્યું.
ગૌતમ વ્યાસ:- કેવડીયા