સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ડેન્ગ્યુ તાવ થી બચવા માટે સંકટ મોચન હનુમાનજી મંદિર લિંક રોડ ખાતે હર્બલ પેય (ઉકાળો) નું વિતરણ કરવામાં આવ્યું.
ભરૂચ જિલ્લામાં અને આજુબાજુના વિસ્તારમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં તેની રોકથામ માટે સરકારી તંત્ર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ડેન્ગ્યુના તાવ થી બચવા સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે નિઃશુલ્ક હર્બલ પેય (ઉકાળો) નું વિતરણ કરવામાં આવ્યું. આ હર્બલ પેય ડેન્ગ્યુના તાવનો શિકાર બનેલા લોકો ઉપરાંત સ્વસ્થ અને તંદુરસ્ત લોકો પણ લઈ શકે છે તેનાથી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે તેમ સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલે જણાવ્યું હતું. સમાજના લોકોમાં ડેન્ગ્યુ વિશે જાગૃતિ આવે તે માટે અને ડેન્ગ્યુનો રોગ ન થાય તે માટે કયા સાવચેતી ના પગલાં ભરવા તે અંગેની માહિતી ધરાવતી પત્રિકાઓ સંસ્કૃતિ ટ્રસ્ટના સભ્યશ્રીઓ દ્વારા જાહેર જનતાને વહેંચવામાં આવી હતી.
ભરૂચમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ડેન્ગ્યુ તાવથી બચવા માટે સંકટ મોચન હનુમાનજી મંદિર લિંક રોડ ખાતે હર્બલ પેય (ઉકાળો) નું વિતરણ કરવામાં આવ્યું.
Advertisement