આજરોજ સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષોથી અનિર્ણિત અયોધ્યા રામજન્મભૂમિ બાબતે ‘ઐતિહાસિક’ નિર્ણય લેવામાં આવ્યો અને અયોધ્યામાં રામલલાનું મંદિર બનવાનો માર્ગ મોકળો બનતાં હિન્દુ સમાજમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. જેના સંદર્ભે સુરતમાં પણ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી અને અયોધ્યામાં રામલલાનું મંદિર બનાવવાના નિર્ણયને સમગ્ર હિન્દુ સમાજે વધાવ્યો.
બીજી તરફ અયોધ્યામાં જ મસ્જિદ માટે વિશાળ 5 એકર જમીનની ફાળવણી કરવામાં આવી હોવાથી મુસ્લિમ સમાજ પણ ખુશી વ્યક્ત કરી રહ્યો છે.
Advertisement