Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોડેલ બનવા મુંબઇ જતી કિશોરી પર ગેંગરેપ

Share

મોડેલ બનવા મુંબઇ જતી કિશોરી પર ગેંગરેપ આચરવામાં આવ્યો હોવાનો કેસ સામે આવ્યો છે. ઘરેથી એકલી નીકળેલી કિશોરી પર પહેલા બે કિશોરો બાદ રિક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી અન્ય બે યુવકોની શોધખોળ હાથ ધરી છે.
ગોડાદરા વિસ્તારમાં મૂળ ઝારખંડનો શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત ત્રણ સંતાન છે. તેમાં બીજા નંબરની દીકરી 13 વર્ષીય મંદાકિની( નામ બદલ્યું છે) છે. જે બુધવારે સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પિતાએ લિંબાયત પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તપાસ પીએસઆઈ એમ.જી.રાઠોડે કરી હતી. રાઠોડે મંદાકીનીના સૌથી નજીકના મિત્રોની પૂછપરછ કરી હતી. તેમાં એક કિશોરે પોલીસને જણાવ્યું કે બુધવારે મધરાત્રે એક નંબર પરથી મંદાકિનીએ ફોન કર્યો હતો. તેથી પોલીસે તે નંબરની તપાસ કરતા તે નંબર ભોલા નામના રિક્ષા ડ્રાઈવરનો હતો. પોલીસે મંદાકિનીના મિત્ર દ્વારા તે નંબર પર ફોન કરીને મંદાકિની સાથે વાત કરીને ગોડાદરા બોલાવી હતી. મંદાકિની રિક્ષા ડ્રાઈવર ભોલા સાથે આવી હતી. પોલીસે મંદાકિનીને પોતાના કબજામાં લઈને ભોલાને પકડી લીધો હતો. મંદાકિનીની પૂછપરછમાં ખુબ જ ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
મંદાકિની અભ્યાસમાં રસ લેતી નથી. તેથી ઘરમાં તેના માતા-પિતા તેને ઠપકો આપતા માતા-પિતા પ્રત્યે રોષે ભરાઈ હતી. બીજી તરફ મંદાકિનીને મોડેલ બનવું હતું. તેથી તે મુબઈ જવા માંગતી હતી. બુધવારે સાંજે તે ઘરેથી એકલી મુંબઈ જવા નીકળી હતી. રસ્તામાં તેના બે મિત્રો રવિ( 17 વર્ષ, નામ બદલ્યું છે) અને રાજુ( 16 વર્ષ, નામ બદલ્યું છે) મળ્યા હતા. તેઓએ મંદાકિનીને કહ્યું કે તેઓ સુરત સ્ટેશને મુકી દેશે. એવું કહીને બાઇક પર બેસાડી અવાવરૂં જગ્યાએ લઈ જઈ બંનેએ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ તેને એક રિક્ષામાં બેસાડી હતી. રિક્ષાવાળાએ મંદાકિનીને કહ્યું કે અત્યારે ક્યાં મુંબઈ જશે. સવારે તને લઈ જવા. રાત્રે રિક્ષાવાળો મંદાકિનીને રાજીવનગર( સહારા દરવાજા પાસે) પોતાના રૂમ પર લઈ ગયો હતો. ત્યાં રિક્ષાવાળાએ પણ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી રિક્ષા ચાલક ભોલાની ધરપકડ કરી છે. મોડેલ બનવા મુંબઇ જતી કિશોરી પર ગેંગરેપ એકને ઝડપી લેવાયો ગોડાદરાની સગીરા પર બે મિત્રો અને રિક્ષા ચાલકનું દુષ્કર્મ ઘરેથી એકલી મુંબઈ જવા નીકળી અને હવસનો ભોગ બની.

Advertisement

Share

Related posts

તાજેતરમાં પાટણ જિલ્લામાં સ્વ. ભાનુપ્રસાદ વણકરની આત્મવિલોપનની ઘટના અંગે રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ દ્દવારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચનાં મુલદ ટોલ ટેક્સથી ઝાડેશ્વર ચોકડી સુધી ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

ઉમરપાડાનાં બીજલવાડી, ગોંદલીયા સહિત ચાર ગામોમાં વાવાઝોડું ફૂંકાતા ભારે નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!