શહેર પોલીસ દ્વારા કુલ 8 સંવેદનશીલ વિસ્તારમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જ્યાં દરેક સંવેદનશીલ વિસ્તારમાં 1ACP, 2PI, 25 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. કુલ 3 SRP ની ટિમ અને 1 કવીક રીસ્પોન્સની ટીમ સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. આ સાથે કન્ટ્રોલરૂમમાં 1 SRP ની ટિમ, 1 PI, 50 પોલીસ કર્મીઓ સ્ટેન્ડબાય મુકવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ,એસઓજી તેમજ પીસીબી શાખાના પોલીસ કર્મચારીઓને પણ સતત પેટ્રોલિંગ સ્ટેન્ડ બાય મુકવામાં આવ્યા છે અને ખાસ સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરાવવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત સોસીયલ મીડિયા પર શહેર પોલીસની બાઝ નજર છે.કોઈ પણ ભડકાઉ મેસેજ કરતા તત્વોને ઝડપી પાડવા પોલીસ સતર્ક છે.શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ કાયદો-વ્યવસ્થા બની તેવા પ્રયાસ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
Advertisement