વ્યવસાય વેરા નોંધણી કરાવવા બાબતે અરજદાર પાસેથી લાંચની માંગણી કરનાર તાલુકા વિકાસ અધિકારી અને જુ.ક્લાર્ક રૂ.15000/- ની લાંચ લેતા એસીબી વડોદરાના હાથે રંગે હાથે ઝડપાઇ ગઈ હતા.
બનાવની વિગત અનુસાર ફરિયાદી ગામના નાના મોટા વેપારીઓના વ્યવસાય વેરા નોંધણી કરાવવા વડોદરા તાલુકા પંચાયત કચેરી ખાતે જતાં જુ.ક્લાર્ક રાજુભાઇ નટુભાઇ ખોખરીયા વર્ગ-3 નાઓએ ફોર્મ દીઠ રૂ.2500/- ની માંગણી કરેલી અને તાલુકા વિકાસ અધિકારી તપન હસમુખ ત્રિવેદીએ પણ ફરિયાદી પાસે વ્યવહારની માંગણી કરતાં ફરિયાદીએ એ.સી.બી. વડોદરા ગ્રામયનો સંપર્ક કરતાં છટકુ ગોઠવી એ.સી.બી એ રાજેશભાઈ જુ.ક્લાર્કને રૂ.15000/- ની લાંચ સ્વીકારી તાલુકા વિકાસ અધિકારી તપન ત્રિવેદીની ચેમ્બરમાં જઇ તેઓને આપતાં ટી.ડી.ઓ એ રકમ ટેબલ નીચે નાખી દઈ શંકા જતાં ટી.ડી.ઓ નાસી છૂટ્યા હતા અને જુ.ક્લાર્ક પકડાઈ ગયેલ છે.
Advertisement