હાલમાં ભરૂચ શહેર અને જીલ્લામાં ડેન્ગ્યુનો કહેર વર્તાય રહ્યો છે છતાં નિંદ્રાધીન તંત્ર કોઈ અસરકારક પગલાં લઈ રહ્યું નથી. ભરૂચ શહેરની આસપાસ ભોલાવ-નંદેલાવના સોસાયટી વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ હોવા છતાં આ વિસ્તારમાં ફોગીંગ શુદ્ધા કરવામાં નથી આવી રહ્યું. વળી ડેન્ગ્યુના ધણા કેસો હોવા છતાં આ વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ નકકર કાર્યવાહી હાથ ધરાતી નથી. સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ ફળવાતી હોય છે તે છતાં આ વિસ્તારોમાં કયારેય આરોગ્ય વિભાગ દ્વારા કે અન્ય તંત્ર દ્વારા કોઈ સર્વે કે કેમ્પ કે અન્ય કોઈ કામગીરી હાથ ધરવામાં આવી હોય તેવું આ વિસ્તારની પ્રજાના ધ્યાનમાં આવ્યું નથી. તાજેતરમાં જ વરસાદની ઋતુ દરમ્યાન યોગ્ય સાફ-સફાઈ કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો નથી જેથી મચ્છરો અને અન્ય રોગચાળા પ્રતિરોધક કોઈ નકકર પગલાં લેવાય તેમ આ વિસ્તારના લોકોની માંગ છે.
ભરૂચમાં તંત્ર નિષ્ક્રિય : ડેન્ગ્યુ અને ગંદકી સામે કોઈ પગલાં નહીં.
Advertisement