Proud of Gujarat
FeaturedGujaratINDIA

આરતી ઇન્ડસ્ટ્રીઝ, ઝધડિયા દ્વારા વેસ્ટ નિકાલ અને પ્રદુષિત પાણીનું જાહેરમાં નિકાલ કરાતા થયેલ ફરિયાદ

Share

જીપીસીબી અને પોલીસ  દ્વારા તપાસ કરી કાર્યવાહી આરંભી
ઝગડિયા જીઆઇડીસી માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમનો વેસ્ટ (ફલાયએશ) ગેરકાયદેસર રીતે જાહેર માર્ગ પર નિકાલ કરવાની તેમજ પોતાના વિસ્તાર માંથી પ્રદુષિત પાણી નો ગેરકાયદેસર નિકાલ કરતા હોવા ના બે અલગ બનાવો ની અલગ અલગ ફરિયાદ થઇ છે જેની તપાસ જીપીસીબી અને પોલીસ દ્વારા હાથ ધરેલ છે.

છેલ્લા કેટલાક દીવસો થી તલોદરા (ઝગડિયા) ગામની હદ માં અવાર નવાર ટ્રકો દ્વારા કંપનીઓ નું વેસ્ટ જાહેર માર્ગો માં અને ખેતરો માં ઠાલવવા ના બનાવો બન્યા હતા અને એ બનાવવો ની ફરિયાદ ગામ લોકો અને તલોદરા ગ્રામ પંચાયત દ્વારા ઝગડિયા જીઆઇડીસી એસોસીએશન ને કરવામાં આવી હતી અને તેમને તેમની એન્વાયરમેન્ટ ટીમ દ્વારા તપાસ કરાવવા ની ખાતરી આપી હતી જોકે વેસ્ટ ઠાલવવા નું ચાલુજ રેહતા તલોદરા ગામ લોકોએ જાતે જ તપાસ હાથ પર લીધી હતી અને શનિવાર ના રોજ આરતી ઇન્ડસ્ટ્રીઝ.ઝગડિયા માંથી લાવેલ વેસ્ટ ને ટ્રક ખાલી કરતા ઝડપી પોલીસ અને જીપીસીબી ને ફરિયાદ કરેલ હતી.ટ્રક વહન ના ડોક્યુમેન્ટ મુજબ આ વેસ્ટ આરતી ઇન્ડસ્ટ્રીઝ નું જ છે. અને આ રીતે નિકાલ ગેરકાયદેસર ના નિકાલ થી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ને ગંભીર નુકશાન થાય છે.
તલોદરા ગામના સરપંચ શ્રી વિઠ્ઠલભાઈ ના જણાવ્યા મુજબ “ અમારા હદ વિસ્તાર માં થતી આવી ગેરકાયદેસર ની પ્રવત્તિઓ ની જાણ અમોએ એશોસીએશન ની એન્વાયેમેન્ટ ટીમ ને અનેક વખત કરી હતી પરંતુ કોઈ પરિણામ ના મળતા અમોએ જાતે આ ટ્રકો ને ખાલી કરતા ઝડપી પાડ્યા હતા અને અમોએ લેખિત માં પોલીસ અને જીપીસીબી ને ફરિયાદ કરેલ છે.” આવા જ એક અન્ય બનાવ જેમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ,ઝગડિયા દ્વારા તેમનું ગંદુ પાણી કમ્પની બહાર ખેતરો માં નિકાલ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સ્થાનિક ખેડૂત દ્વારા કરવામાં આવી છે. હાલ ઝગડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ની એન્વાર્મેન્ટ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે. અને જીપીસીબી દ્વારા તપાસ કરવાની ખાતરી અપાઈ છે.
આરતી ઇન્ડસ્ટ્રીઝ ની પાસે આવેલ ખેતર ના માલિક અને ફરિયાદકરનાર ઈરફાનભાઈ ના જણાવ્યા મુજબ “ છેલ્લા કેટલાક દિવસો થી વરસાદી પાણી નો લાભ લઈ આરતી ઇન્દ્સ્રીઝ દ્વારા તેમનું ગંદુ પાણી ગેરકાયદેસર રીતે કમ્પની ના પાછળ ની દીવાલ માં થી અમારા ખતરો માં નિકાલ કરવામાં આવે છે અને આવા કૃત્યો થી અમારા પાક ને અમારી જમીનોને અને અમારા ભૂગર્ભ જળ ને ગંભીર નુકસાન થતું આવ્યું છે આજે આ બાબત ની ફરિયાદ અમોએ જીપીસીબી ને અને સ્થાનિક એસોસીએશન ને કરી છે. અમારી માંગ છે કે આ બાબત ની યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અન્યથા અમારે જન- આન્દોલન કરવા ની ફરજ પડશે”. જીપીસીબી ના અધિકારી શ્રી વ્યાસ સાહેબ ના જણાવ્યા મુજબ ઉપરોક્ત બન્ને બાબતો ની ફરિયાદ અમોને મળેલ છે અને અમોએ અમારી કાર્યવાહી/તપાસ  ચાલુ કરેલ છે”.
આરતી ઇન્ડસ્ટ્રીઝ,ઝગડિયા માં હાલ માં જ એક ૩૨ વર્ષીય કામદાર નું મૃત્યુ થયું હતું અને તેના મરણ ના કારણો ની તપાસ ફેક્ટરી ઇન્સ્પેકટર દ્વારા થઈ રહેલ છે. આમ એજ કપની વધુ એક વિવાદ માં આવી છે.
  

Advertisement

Share

Related posts

ગાંધીજયંતી વિશેષ: ગોધરામાં પણ આવેલો છે. ગાધીજીએ સ્થાપેલો ગાંધીઆશ્રમ – જાણો વિગત

ProudOfGujarat

જન આંદોલન – ભરૂચ દહેજ માર્ગ પર ટોલનાકા પાસે ચક્કાજામ, બિસ્માર બનેલો માર્ગની મરામત કરવાની ઉઠી માંગ.

ProudOfGujarat

ભરૂચ : જંબુસર બાયપાસ ચોકડી પાસે કન્ટેનર ફસાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!