પાદરા તાલુકાના સાઢા ગામે આવેલ શ્રી ચામુંડા માતાજી મંદિરે થી સતત 15માં વર્ષે ચામુંડા માતાજી નો પગપાળા સંઘ રવાના થયો હતો.
સાઢા ગામે ચામુંડા યુવક મંડળ દ્વારા આયોજિત ચોટીલા પગપાળા સંઘ સતત 15 વર્ષે સાઢા ગામે થી રવાના થયો હતો.
સાઢા ગામે પગપાળા સંઘ માં ના રથ સાથે પ્રસ્થાન કરે તે પૂર્વે માઇભક્તો અને આગેવાનો એ પૂજા તેમજ આરતીનો લાભ લીધો હતો. સાઢા ગામમાં થીં પ્રસ્થાન થયેલા સંઘ.આ માઇભક્તો ના સઘને પાદરા ના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર સહિત અર્જુનસિંહ પઢીયાર અને સાઢા ગામના મહિલા સરપંચ અને આગેવાનો એ હાજરી આપી હતી. વિવિધ ગામોમાં રોકાણ કર્યા બાદ તા.7 ના રોજ ચોટીલા ગામે પહોંચી ને ધજા રોહન કરવામાં આવશે જે પૂર્વે ચોટીલા પહોચી માંઇભક્તો અને માતાજી રથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને ધજા રોહન કરવામાં આવશે. 120 માઇ ભક્તો આ પગપાળા યાત્રા સંઘ સાઢા ગામે થી પ્રસ્થાન કર્યું હતું સર્વ ને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે ઉદ્દેશ થી સાથે માઇભક્તો આ સંઘમાં શ્રદ્ધા અને આસ્થ સાથે દર વર્ષે પ્રસ્થાન કરતા હોય
100 થી વધુ માઇભક્તો સંઘમાં ચોટીલા પગપાળા રવાના થયા ..
Advertisement