રાષ્ટ્રીય એકતા દિવસની જિલ્લાકક્ષાનો “રન ફોર યુનિટી-એકતા દોડ” ના કાર્યક્રમનો ફલેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવતા સંસદ મનસુખભાઇ વસાવા તા. ૩૧ મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપળામાં “રન ફોર યુનિટી-એકતા દોડ” યોજાઇ.
તા. ૩૧ મી ઓકટોબર ને ગુરૂવારના રોજ સરદાર વલ્લ્ભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા ખાતે સવારે ૭:૦૦ કલાકે જિલ્લા ન્યાયાલય પાસેથી “રન ફોર યુનિટી-એકતા દોડ” નો કાર્યક્રમ સંસદ મનસુખભાઇ વસાવાએ ફલેગ ઓફ કરીને આ કાર્યક્રમનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રિય એકતાના સામૂહિક શપથ પણ લીધા હતા.
રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત “રન ફોર યુનિટી-એકતા દોડ” ના આ કાર્યક્રમમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવા સહિત “રન ફોર યુનિટી-એકતા દોડ” કાર્યક્રમના જિલ્લા નોડલ ઓફિસર તથા તાલુકા વિકાસ અધિકારી એન.બી.વસાવા,જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય એમ.જી.શેખ,જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા.નિપાબેન પટેલ, સ્પોર્ટસના સીનીયર કોચ વિષ્ણુભાઈ વસાવા સહિત વેપારી મહામંડળના હોદ્દેદારો, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓઓ,શહેરની શાળાના વિદ્યાર્થીઓ,મહાનુભાવો ઉપસ્થિતિમાં રહ્યા હતા.
રાષ્ટ્રિય એકતા દિવસ તરીકેની ઉવજણીના ભાગરૂપે રાજપીપળામાં આ “રન ફોર યુનિટી-એકતા દોડ” માં ભાગ લેનારા લોકો બેનર્સ-પ્લેકાર્ડ અને સુત્રોચ્ચાર સાથેની એકતા દોડ રાજપીપળા ન્યાયાલય ખાતેથી પ્રસ્થાન થઇ સફેદ ટાવર-સ્ટેશન રોડ થઇ સરદાર ટાઉન હોલ ખાતે પહોંચ્યા હતાં અને ત્યાં આ કાર્યક્રમનું સમાપન થયું હતું.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માં રાજપીપળા ખાતે “રન ફોર યુનિટી-એકતા દોડ”નું આયોજન તો કરાયુ પરંતુ આ જ્યાં આ કાર્યક્રમ પૂર્ણ કરાયો એ સરદાર ટાઉન હોલ ના ગાર્ડન માં જ એક માત્ર સરદારની પ્રતિમાં હોય ત્યાં લોકોએ ઉભા રહી ફોટા પડાવ્યા,સરબત પાણીની વ્યવસ્થા હોય એ પણ પીધા પરંતુ તંત્રના એકેયઅધિકારીએ આ પ્રતિમા પર પુષ્પહાર કે એક ફૂલ પણ ન ચઢાવ્યું ત્યારે એમ કહી શકાય કે ફક્ત પ્રસિદ્ધિ કે ઉપર થી મળેલી સૂચના માટે જ આ કાર્યક્રમ કરાયો હતો.
રન ફોર યુનિટીના દિવસે જ રાજપીપળા ખાતે સરદારની પ્રતિમાને તંત્ર એ એક હાર પણ ન ચઢાવ્યો…?!
Advertisement