વડોદરાના આજવા નિમેટામાં આવેલા વડોદરા મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટ પર આપેલા અતાપી ફન વોટર પાર્કના સંચાલકોની લાપરવાહીથી મહુવધાથી ફરવા આવેલા 12 વર્ષ ના હસનેન મન્સૂરી નું અંડરગ્રાઉન્ડ પાણી ની ટાંકીમાં , ટાંકી નું ઢાંકણ ખુલ્લું હોવાથી પાણીમાં ડુબવાથી મોત નીપજ્યું.
વડોદરા મહાનગર સેવાસદન ની જગ્યા માં અતાપી નામે વન્ડરલેન્ડ પાર્ક બનાવમાં આવ્યું છે .અધિકારીઓને પોતાના ખિસ્સામાં રાખીને ફરતા સંચાલકો ઉપર બાળકના મોત મામલે પગલા ભરવા માં આવશે ખરા કે પછી ભીનું સંકેલવામાં આવશે?
અતાપી ના રાઈડ માં જે જગ્યા ઉપર પાણી ની ટાંકી માં બાળક નું મોત થયેલ છે તે જગ્યા અંગે ના વધુ ખુલાસો ટૂંક સમયમાં કરવામાં આવશે.કેમ આતાપી ના સંચાલકો તે જગ્યાના સીસી ટીવી ફુટેજ આપવામાં અનાકાની કરી રહ્યા છે? અતાપી માં હાલ ચાલી રહેલ 30 થી વધુ રાઈડ માં સરકાર દ્વારા કેટલી રાઈડ ની પરવાનગી આપવા માં આવી છે?
જો બધી વાત ના ખુલાસાઓ કરવામાં નહીં આવે અને જવાબદાર અધિકારીઓ પર કાયદેસરના કડક પગલાં ભરવામાં નહીં આવે અને કોન્ટ્રાક્ટર ને બ્લેક લિસ્ટ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ભ્રષ્ટ અધિકારીઓ ને સામે લાવામાં આવશે.
હિતેશ પટેલ
પોર