ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી અને ઉમલ્લા નગરોમાં દિવાળીના દિવસો દરમિયાન ઘરાકીનો માહોલ જોવા મળ્યો.દસેરા ની વિદાય બાદ બજારોમાં દિવાળી ને લગતા માલ સામાન ની જમાવટ થતી હોય છે.છેલ્લા ચારેક દિવસથી રાજપારડી નગરના બજારોમાં ઘરાકીનો માહોલ દેખાય છે.નજીકના ઉમલ્લા ગામે પણ ઘરાકી ખુલતા વેપારી વર્ગમાં ખુશી જોવા મળી.રાજપારડી નગર તેના મોટા ધંધાકીય વિકાસ ના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં એક મહત્વના વેપારી મથક તરીકે સ્થાન મેળવવામાં સદભાગી બન્યુ છે.ઝઘડીયા અને નેત્રંગ તાલુકાઓના ઘણા ગામોની જનતા ધંધાકીય લેવડદેવડ માટે રાજપારડી આવતી હોયછે.ઉપરાંત રાજપારડી થી નજીકના અંતરે આવેલ ઉમલ્લા ગામ પણ ધંધાકીય મથક છે.દિવાળી ના દિવસોમાં દિવાળી પહેલાના પાંચેક દિવસો દરમિયાન આજુબાજુના ગામોની જનતા દિવાળી ની ખરીદી માટે આવવાનું શરુ થાયછે.હિંદુ ધર્મમાં વર્ષ દરમિયાન આવતા બધા તહેવારોમાં દિવાળીનો તહેવાર સહુથી મોટો ગણાતો હોયછે.સામાન્ય રીતે દસેરા ગયા બાદ દિવાળી ના દિવસો ની શરુઆત થયેલી ગણાય.કારણકે દિવાળી ના દિવસો અગાઉ મકાનો ની સાફ સફાઇ રંગ રોગાન જેવા કામો શરુ થાય છે,તે દિવાળી ને લગતાજ કામ ગણાય છે.તેથી આ બધી કામગીરી શરુ થતાજ દિવાળી ના આગમન ની આલબેલ પોકારાતી હોયછે.વર્ષના છેલ્લા દિવસ તરીકે દિવાળી નો તહેવાર નવા વર્ષના આગમન ની વધામણી આપેછે.દિવાળી ની પૂર્વ સંધ્યાએ રાજપારડી અને ઉમલ્લા ના બજારોમાં અનાજ કપડા પગરખા ફટાકડા વિ.ની ખરીદી અર્થે ઉમટેલી જનમેદની ના કારણે મેળા જેવા દ્રશ્યો દેખાયા હતા.આ બન્ને નગરોમાં પોલીસ સ્ટેશનો ની સુવિધા ઉપલબ્ધ છે.રાજપારડીમાં પીએસઆઇ જાદવ અને ઉમલ્લા માં પીએસઆઇ તડવી ના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોએ દિવાળીના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા બન્ને નગરોમાં સતત પેટ્રોલિંગ ચાલુ રાખ્યુ હતું.આમ દિવાઓના તહેવાર દિવાળી ને પરંપરાગત ઉમંગ થી ઉજવવા રાજપારડી પંથકમાં ઉત્સાહમય માહોલ છવાયો છે.
દિવાળી ની પૂર્વ સંધ્યાએ જનતામાં નવા વર્ષને વધાવવાનો ઉમંગ.