Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : આમલઝર ગામે ખેતરમાં ચાર કાપવા બાબતે માર માર્યા ની ફરિયાદ ઇજાગ્રસ્ત વૃધ્ધાને અંકલેશ્વર સારવાર માટે લઇ જવાઇ.

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી

ઝઘડીયા તાલુકાના રાજપારડી પાસેના આમલઝર ગામે ખેતરમાં ચાર કાપવા બાબતે એક ૫૯ વર્ષીય વૃધ્ધ મહિલ‍ાને પગમાં લાકડીનો સપાટો મારીને ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશન માં લખાવા પામી છે.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ આમલઝર ગામના પરેશભાઇ બચુભાઇ વસાવાએ ગામનીજ મહિલા સવિતાબેન વિનોદભાઇ વસાવાને કહ્યુ કે મારા ખેતરમાં ચાર કાપવા કેમ આવેલ.એમ કહીને આ મહિલાને ડાબા પગમાં ઘુંટણ પાસે લાકડીનો સપાટો માર્યો હતો.તેન‍ાથી ઇજા થતા પગમાં ફેકચર થયુ હતું.ઉપરાંત મંગીબેન બચુભાઈ વસાવા રહે.ગામ આમલઝર તા.ઝઘડીયા એ પણ સવિત‍ાબેનને ઢિકાપાટુ નો માર મારેલ.આરોપીઓએ એકબીજા ની મદદ કરીને મા બેન સમાણી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ હુમલામાં ઇજાગ્રસ્ત વૃધ્ધ મહિલાને અંકલેશ્વર ખાતે સારવાર અર્થે લઇ જવાઇ હતી.બાદમાં આ ઇજાગ્રસ્ત મહિલા સવિતાબેન વિનોદભાઇ વસાવા રહે.આમલઝર તા.ઝઘડીયા જિ.ભરૂચ નાએ રાજપારડી પોલીસ માં ફરિયાદ લખાવતા પોલીસે ફરિયાદ મુજબ પરેશભાઇ બચુભાઇ વસાવા અને મંગીબેન બચુભાઈ વસાવા બન્ને રહે.ગામ આમલઝર તા.ઝઘડીયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝધડિયાના હરિપુરા વાંદરવેલી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી 

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો સંશોધન અહેવાલ જનરલ ઈન્સ્યોરન્સમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર પ્રકાશ પાડે છે

ProudOfGujarat

પાલેજ ગ્રામ પંચાયત અટવાયેલા શ્રમિકોની વ્હારે આવી બીજા રાઉન્ડમાં ૨૫૨ નું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!