ભરુચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં 50 જેટલાં સ્ટોલોમાં ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાબતે ભરૂચના એક જાગૃત નાગરિક નારાયણ વસાવા દ્વારા કલેક્ટરશ્રી ભરુચને રજૂઆત કરી જણાવવામાં આવેલ છે કે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર ફટાકડાની દુકાનોમાં મોટાપાયે ફટાકડાનો સંગ્રહ થતો હોય તેમજ આજુબાજુના વિસ્તારમાં મોટી હોસ્પિટલો, રેડીમેઇડ ગારમેન્ટસની દુકાનો તેમજ રહેણાંક વિસ્તાર હોય અને ફાયર સેફ્ટીની પૂરતી જોગવાઈ ન હોય જેથી કોઈ આગની ધટના બને તો મોટી હોનારત સર્જાઈ શકે તેમ હોય. આ ફટાકડાનું વેચાણ એકદમ જોખમી રીતે થઈ રહ્યું છે. સાથોસાથ હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરુચ શહેરનું એકમાત્ર રમતગમતનું મેદાન હોય આ મેદાનનું મોટેભાગે કોમર્શિયલ વપરાશ થતો હોય જેની યુવાઓને રમતગમતમાં વિક્ષેપ થાય છે જે બાબતે જનહિતમાં કાર્યવાહી કરવા કલેક્ટરશ્રી ભરુચને અનુરોધ કરાયો છે.
Advertisement