વડોદરાના પોર ખાતે આવેલી દેવનારાયણ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાંથી વરણામા પોલીસે નકલી બીડી સિગેરાટનો જથ્થો ઝડપી પાડતા નકલી માલનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.પોલીસ સુત્રીય માહિતી અનુસાર વરણામા પોલીસને બાતમી મળી હતી કે પોર – કારવણ જવાના રોડ પર બોમ્બે હાઉસિંગ નજીક આવેલી દેવનારાયણ પ્રોવિઝન સ્ટોરમાં નકલી બીડી તથા સિગરેટના જથ્થાનું વેચાણ ચાલે છે.જે બાતમીના આધારે વરણામા પોલીસે દેવનારાયણ પ્રોવિઝન સ્ટોર માં છાપો મારતા ડીજેરમ બ્લેક સિગરેટનું એક નાનું બોક્સ પેકેટ નંગ દસ કિંમત રૂપિયા ૪૦૦ તથા પીટેન પ્રીમિયર ફિલ્ટર નામની સિગારેટ પેકેટ ૭ રૂપિયા ૩૫ તથા એક પેપરમાં વિટાળેલી આસેતરી બીડીના પેકેટ ભરેલા પાર્સલ બાર કિંમત રૂપિયા ૬૪,૮૦૦ સાથે કુલ મુદ્દામાલ ૬૫,૨૩૫ નો ગેરકાયદેસર જથ્થો પોલીસે કબજે કરી લહેરૂભાઇ હરિલાલ કલાલ રહે. પોર નાઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. દિવાળી ટાણેv નકલી બીડી – સિગારેટનો જથ્થો પોલીસે ઝડપી પાડતા સમગ્ર મુદ્દો પોર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. પોર ગામ માં નકલી બીડી સિગરેટ પોલીસે ઝડપી પાડતા પોર ના બીજા વેપારીઓ માં ફફડાટ વ્યાપી ગયો છે.
(હિતેશ પટેલ :- પોર )