સુરત 108 ઇમરર્જન્સી ના કર્મચારીઓ ની માનવતાભરી ઈમાનદારી……
ઘાયલ વ્યક્તિ ના દીકરા ને રોકડ રકમ 49.000 હજાર રૂપિયા અને 2 મોબાઈલ મતા પરત કરી..
શહેર માં ચોરી લૂંટફાટ અને છેતરપીંડી ના વધી રહેલા કિસ્સાઓની વચ્ચે 108 ના કર્મચારી નો પ્રમાણિકતાના દર્શન કરાવતો કિસ્સો સામે આવ્યો છે 108 ના કર્મચારીએ અકસ્માત માં બેભાન વ્યક્તિ ના દીકરા ને 49.000 હજાર રૂપિયા રોકડા અને 2 સેમસંગ કંપની ના મોબાઈલ પરત કર્યા .
રાંદેર મોરાભાગલ ઉગત ખાતે રહેતા શહીદ ભાઈ કુરેશી આજ રોજ રાંદેર રોડ પર થી પસાર થતા ટાડવાડી પાસે તેમનું કોઈ રીતે અકસ્માત થતાં રસ્તા પર 1 યુવાન બેભાન પડયા છે તેવું કોલ મળ્યો હતો
રાંદેર લોકેશનની 108 એમ્બ્યુલન્સ ને કૉલ મળતા ઇએમટી શબ્બીરખાંન અને પાયલોટ રાજેશ ભાઈ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. 55 વર્સીય શહીદ ભાઈ પાસે થી ઈએમટી શબ્બીર ને 49.000 હજાર રોકડા રૂપિયા અને 2 મોબાઈલ મળી આવ્યા હતા અને આગળ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.
108 ના ઈએમટી શબ્બીરખાન અને પાયલોટ રાજેશભાઇ એ તમામ વસ્તુ તેની પાસે લઈને યુવાન ના દીકરા ઈમરાન ભાઈ ને સોંપીને
માનવતા મરી પરવારી નથી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
108 ના કર્મચારીઓ નૈતિકતા જોઈને દર્દી ના આંખોમાં ખુશી ના આંસુ જોવા મળિયા હતા અને પરિવારે 108 ના સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.