ઝઘડીયા તાલુકાના વંઠેવાડ ગામે ૧૫ દિવસ અગાઉ દિપડો દેખાયો હતો.દિપડા ની વાતે ગ્રામજનો ભયભીત બન્યા હતા.આ અંગે વનવિભાગ ને જાણ કરાતા ભરૂચ મદદનીશ વન સંરક્ષક આર.બી.પટેલ અને ઝઘડીયા રેન્જ ફોરેસ્ટ અધિકારી વી.ઝેડ.તડવી ના માર્ગદર્શન હેઠળ ગામના માજી સરપંચ ફતેસીંગભાઇ ના ખેતરે પીંજરુ મુકવામાં આવેલ હતુ.રાજપારડી ફોરેસ્ટર મહેશભાઇ વસાવા તેમજ પંકજભાઇ વસાવા શકુનાબેન વસાવા રાજેન્દ્રભાઇ પટેલ રેવાદાસભાઇ ભગાભાઇ મહેન્દ્રભાઇ અને પ્રતાપભાઇ ની ટીમે જહેમત ઉઠાવીને તા.૧૫-૧૦ ની રાતે ૩.૩૦ વાગ્યે દિપડા ને પીંજરામાં પુરવામાં સફળતા મેળવી હતી.વનવિભાગ માંથી મળતી વિગતો મુજબ આ દિપડા ને ખોરાક પાણી મળી રહે એવા સલામત સ્થળે મુક્ત કરવામાં આવશે.ઉલ્લેખનીય છેકે ઝઘડીયા તાલુકામાં અવારનવાર દિપડા નજરે પડતા હોવાથી પંથકમાં દિપડાની વસ્તી વધી રહી હોવાનું મનાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી
Advertisement