ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
કરજણ એ.પી.એમ.સી દ્વારા કપાસ ની ખરીદી કરતાં વેપારીઓ જીનર્સ પાસે સો રૂપિયા દીઠ ૭૫ પૈસા શેષ પેટે વસુલે છે જેના પગલે ખેડૂત તેમજ જીનર્સ માલિકો માં અસંતોષ જોવા મળી રહ્યો છે . વળી કરજણ એ.પી.એમ.સી દ્વારા વસુલ કરવામાં આવતો શેષ અન્ય એ.પી.એમ.સી કરતાં પણ વધારે છે આ બાબતે ભૂતકાળમાં અનેક વખત સત્તાધીશોને રજૂઆતો પણ કરવામાં આવી હોય એમ જાણવા મળી રહ્યું છે પરંતુ તંત્ર દ્વારા કોઈ દાદ મળતી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વહીવટી ઉણપ જવાબદાર હોવાનું ખેડૂતો માં વ્યાપક ચર્ચા ચાલી રહી છે. આ શેષ વધારો છેવટે તો ખેડૂત જ ભોગવે છે. વેપારી કપાસ નાં ભાવો ઓછાં આકી શેષ કાપી લઈ ખેડૂતો નાં માથે મારે છે તેમજ જીનર્સ તેમજ ખેડૂતો ને કઈ જ લાભ મળતો નથી. આ બાબતે સરકારી રાહે પણ તપાસ નો વિષય બની ગયો છે.
Advertisement