જંબુસર તાલુકા ના કાવી ગામમાં બેંક ઓફ બરોડા માં છેલ્લા ત્રણ દિવસથી ઇન્ટરનેટ ની સુવિધા ધીમી ચાલતી હોવાથી ગ્રાહકો ને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. કાવીની આજુબાજુ ગામડાઓનાં લોકો પોતાના સમય કાઢી બેંકમાં આવે છે પરંતુ સવરડાઉન હોવાને કારણે લાંબી લાઇનમાં ઉભા રહી પાછા જવું પડે છે તેમજ પાસબુકમાં એન્ટી પડાવવા માટે પણ લાંબી લાઇનમાં ઉભા રેહવુ પડે છે એ.ટી.એમ માંથી રૂપિયા ઉપડાવવા પણ લાંબી કતારો લાગે છે કેમકે બેંક ઓફ બરોડા કાવીની મશીનરી થોડાક થોડાક દિવસે બંધ પડી જાય છે. ને એ.ટી.એમ નુ મશીન પણ બેંક ઓફ બરોડાનાં બીલ્ડીંગ ની અંદર હોય છે. કોઇ ગ્રાહક ને ઇમરજન્સી રૂપિયાની જરૂર પડે તો બેંક ખુલવાનો સમય ની રાહ જોવી પડે છે. કારણકે બેંક ઓફ બરોડાનો ખુલવાનો સમય ૧૦ વાગ્યે થી ૪ વાગ્યા સુધી હોય છે.જો એ.ટી.એમ મશીન બેંક ઓફ બરોડા બિલ્ડીંગ ની બહાર મુકવામાં આવે તો કોઇ પણ એ.ટી.એમ વાપરતા ગ્રાહકો ને રાત્ર મધરારાત્રે રૂપિયા ઉપડવા કામ લાગે.તેમજ કાવીમાં કર્મચારી ની ધટ હોય તેમ માલુમ પડે છે કારણકે એક ગ્રાહકને બેંકમાં ૩૦ થી ૪૫ મીનીટ રાહ જોવી પડે છે. શું બેંક ઓફ બરોડા કાવીનું નિરાકરણ આવશે ખરૂં ? તે પછી ગ્રાહકોને આવી જ તકલીફ ભોગવવી જ પડશે.
રીપોર્ટર: ફારૂક સૈયદ કાવી