વેજલપુર માં આવેલ સ્વરીત અપાર્ટમેન્ટમાં યોજાયેલ નવરાત્રી મહોત્સવ માં ભાગ લીધેલ બાળકો, યુવાનો અને મહિલાઓ નજરે પડે છે. અહીં રોજ ૪૦૦થી વધુ લોકો ગરબા રમે છે. સોસાયટી દ્વારા છેલ્લા દિવસે ૩૫ જેટલા પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા. નાના બાળકો થી લઈને વડીલો નો એકસરખા ઈનામ અપાયા હતા. દરેક પ્રદેશના લોકો અહીં સાથે મળીને તહેવારો ની ઊજવણી કરે છે. આઠમને દિવસે અહીં સ્વસ્તિક ના આકારની 800 દીવડાઓની આરતી સોસાયટીના સભ્યોએ મળીને કરી હતી. આ સોસાયટીમાં જુદા જુદા રાજ્યોના અનેક લોકો રહે છે જે દરેક તહેવાર સાથે મળીને ઉજવે છે નવરાત્રિના ગરબામાં પણ અન્ય રાજ્યોની મહિલાઓ પુરુષો અને બાળકો ખાસ ગરબા શીખીને નવરાત્રીના નવ દિવસ સુધી તેનો આનંદ માણે છે. જે રીતે પાર્ટીપ્લોટમાં બાળકો યુવાનો અને મહિલાઓ એકસરખા વસ્ત્ર પરિધાન કરીને ગરબી ઘૂમે છે તે જ રીતે આ સોસાયટીના લોકો પણ ગ્રુપમાં એક સરખા નવરાત્રિના પરિધાન પહેરીને ગરબા રમે છે.
અમદાવાદમાં આવેલ વેજલપુરના સ્વરિત એપાર્ટમેન્ટમાં નવરાત્રિ મહોત્સવ ઊજવાયો.
Advertisement