રાજપીપળા શહેરમાં જાણે તંત્ર લાપત્તા થયું હોય એમ લાગે છે.
રાજપીપળાના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુ ના દર્દી મળી આવતા લોકોમાં ફફડાટ,તંત્ર નિદ્રાધીન
રાજેન્દ્રનગર સોસાયટી, કાછીયાવાડ,ટેકરા ફળીયા, કસ્બાવાડ સહિતના વિસ્તારોમાં બાળકો સહિત મોટેરાઓ મળી 10 જેવા દર્દીઓ ડેન્ગ્યુની લપેટમાં
રવિવારે જ એક બાળક ડેન્ગ્યુ ની લપેટમાં આવ્યો ત્યારે આરોગ્ય વિભાગ હજુ કુંભકર્ણ ની નિંદ્રા માં જણાય છે .
રાજપીપળા:આરીફ જી કુરેશી
રાજપીપળા : રાજપીપળા શહેરમાં જાણે તંત્ર લાપત્તા થયું હોય એમ અનેક સુવિધા બાબતે લોકો ફાંફા મારી રહ્યા છે પણ આરોગ્ય જેવી બાબતે તંત્ર ગંભીર નથી જેથી લોકો બીમારી માં સપડાઈ રહ્યા છે.
રાજપીપળા શહેરમાં એક બાદ એક ડેન્ગ્યુ જેવા રોગે પગ પેસરો કર્યો અને આરોગ્ય વિભાગ હંમેશ ની જેમ નગર પાલિકા પર આક્ષેપો કરતું જોવા મળ્યું જોકે ડેન્ગ્યુના મચ્છર એ સંગ્રહ કરેલા ચોખ્ખા પાણીમાં થતા હોવા છતાં પાલિકા તંત્ર પર પ્રહાર કરવા ટેવાયલા આરોગ્ય ના અમુક અધિકારીઓ હજુ પણ નગર પાલિકા માં જાણ કરી હોવાનુજ રટણ કરે છે બલ્કે આરોગ્ય પાસે આશા વર્કરો અને અનેક ટિમો આ માટે હોવા છતાં અખબારો માં ચમક્યા બાદ જ જેતે વિસ્તારો માં કામગીરી થતી જોવા મળે છે હા મેલેરિયા જેવા રોગ માં પાલિકા જવાબદાર કહી શકાય કેમકે તેના મચ્છરો ગંદકી માં ઉપદ્રવ થતા હોય પરંતુ ડેન્ગ્યુ જેવા રોગ માટે પણ આરોગ્ય વિભાગ છટકબારી શોધે તો પ્રજાનું શુ થાય એ સવાલ છે.હાલ મળતી માહિતી મુજબ રાજપીપળાના રાજેન્દ્રનગર સોસાયટી,કાછીયાવાડ, કસ્બાવાડ,ટેકરા ફળિયા સહિતના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુ ના 10 જેવા દર્દીઓ છે જેમાં બાળકો અને મોટાનો સમાવેશ થાય છે જ્યારે એક સાગબારામાં પણ દર્દી હોવાનું જાણવા મળ્યું છે.માટે તંત્ર એક બીજા પર દોષના ટોપલા નાખવા કરતા પોતાની જવાબદારી સંભાળે એ જરૂરી છે.
રાજેન્દ્રનગર સોસાયટીમાં આજે એક બાળકનો રિપોર્ટ પણ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો અને આ બાબતે સ્થાનિકો એ આરોગ્ય વિભાગ માં જાણ કરવા છતાં કલાકો બાદ પણ હજુ આ વિસ્તાર માં કોઈજ જરૂરી પગલાં લેવાયા નથી ત્યારે જાણવા મળ્યા મુજબ અમુક સ્ટાફ દશેરા ની રજા ના મૂળ માં હોય લોકો ના આરોગ્ય ની કોઈ ચિંતા નથી.