ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
કરજણ તાલુકાના સૌથી મોટા એવા વલણ ગામે બે થી ત્રણ અઠવાડિયા થી બંધ પડી રહેલા એ.ટી.એમ મશીન નું રીપેરીંગ કામ હાથ ધરવામાં ના આવતા બેંક ગ્રાહકો તેમજ ગ્રામજનો મુસીબત માં મુકાઈ રહ્યા છે.
પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના વલણ ખાતે બેંક ઓફ મહારાષ્ટ્ર ની શાખા આવેલી છે જ્યાં વર્ષો ની રજુઆત બાદ એ.ટી.એમ મશીન બેંક શાખા ને ફારવવામાં આવ્યું હતું પરંતુ આ મશીન વારંવાર ખોટકાઈ જતા ગ્રામજનો ત્રાસી ગયા છે. વલણ ગામ નાં તાલુકા પંચાયત સદસ્ય શ્રી સીરાજ ભાઈ ઇખરીયા એક લેખિત નિવેદનમાં જણાવી રહ્યા છે કે ગામ માં મુકવામાં આવેલ એ.ટી.એમ મશીન બેંક ની અન્ય શાખા નું ખોટકયેલ મશીન છે જેથી આ મશીન શોભા ના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહ્યું છે.વલણ ગામે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્ર શાખામાં છેલ્લા ૨૨ દિવસથી એટીએમ મશીન બગડીગયું છે છતાં બેંક મેનેજર દ્વારા આ અંગે કોઈ જ તસ્દી ના લેતા ગ્રાહકોને રોજિંદા રોકડા રૂપિયા ઉપાડવા માં મુશ્કેલી પડી રહી છે. આશરે ૧૨ હજાર ઉપરાંત ગ્રાહકો ધરાવતી બેંકમાં કરોડોની રકમ જમા પડી છે.
વલણ ગામ આગેવાનો દ્વારા ગામ માં વધુ એક રાષ્ટ્રીયકૃત બેંકની શાખા શરૂ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે તેમજ આ બાબતે જિલ્લા કલેકટર વડોદરા ને લેખીતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો બેંક દ્વારા આવનાર દિવસો માં એ.ટી.એમ મશીન ને કાર્યરત નહીં કરવામાં આવે તો બેંક માં જમા રકમો પરત ઉપાડી લેવાનું પણ ગ્રામજનો માં ચર્ચાઈ રહ્યું છે.