જંબુસર શહેર અને તાલુકાની ૨૧૯ આંગણવાડી કેન્દ્રો ખાતે આજરોજ નવદુર્ગા બાલીકા પૂજન કાર્યક્રમ સંપન્ન થયો.
નવરાત્રિ પર્વ એટલે મા જગદંબા આદ્યશક્તિની આરાધનાના પવિત્ર દિવસો નવ દિવસ સુધી માઈભક્તો માના અનુષ્ઠાન પૂજા અર્ચન કરતા હોય છે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ પણ ગરબે ઘૂમી માને રીઝવવાના પ્રયત્ન કરે છે આમ નવરાત્રી પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે આ રોજ નવરાત્રીનો છેલ્લો દિવસ માં નવ દુર્ગાની પૂજા આરાધનાનો દિવસ હોય જંબુસર શહેર સહિત તાલુકાની ૨૧૯ આંગણવાડી કેન્દ્રો ખાતે સમાજમાં સ્ત્રી પ્રત્યેનો આદરભાવ વધે તે હેતુથી નાની બાલિકાઓના નવદુર્ગા બાલિકા પૂજન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં જંબુસર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન દુબેએ સરદારનગર ખાતે તથા અન્ય આંગણવાડી કેન્દ્રો ખાતે નવ દુર્ગા પૂજા માટે નગરપાલિકા સદસ્યો સરપંચો અને નવદુર્ગા પાલિકાઓમાં આદ્યશક્તિનું પૂજન અર્ચન કર્યું હતું સદર કાર્યક્રમમાં સીડીપીઓ જંબુસર નીનાબેન આંગણવાડી સુપરવાઇઝરો વર્કરો હેલ્પરો હાજર રહ્યા હતા.
જંબુસર આંગણવાડી કેન્દ્રો ખાતે નવદુર્ગા બાલીકા પૂજન કાર્યક્રમ સંપન્ન
Advertisement