રાજપીપળા: આરીફ જી કુરેશી
સાગબારા તાલુકા પંચાયતના વિકાસના કામોમાં અડચણ ઉભી કરી હોવાનું જણાવી સામાજિક કાર્યકર પર હુમલો વિકાસના કામો ન મળતા અકળાઈ ઉઠેલા વ્યક્તિએ લાકડા વડે માર મારી ઇજા કરી જાન થી મારી નાખવાની ધમકી આપી,ઇજાગ્રસ્ત કાર્યકર ભરૂચ ખાતે સારવાર હેઠળ.
સાગબારા તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડ માજ એક સામાજિક કાર્યકર ની પિટાઇ કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સાગબારા પોલીસ સ્ટેશને દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા ના બોરડી ફળિયા માં રહેતા પરેશભાઇ સોનજીભાઇ વસાવા ગુજરાત કોંગ્રેસ લોકસરકાર દક્ષિણ ગુજરાત ના ઇન્ચાર્જ હોય તેમને આપેલી ફરિયાદ મુજબ તેઓ સાગબારા તાલુકા પંચાયત કચેરીમા કામ માટે ગયેલ કામ પતાવી પરત જઈ રહયા હતા ત્યાંરેે સાગબારા ના જાવલી ગામના કાન્તીભાઇ રેન્જાભાઇ વળવી એ કહ્યું કે,તમે તાલુકા પંચાયતનુ મારૂ આયોજન બદલી નાખ્યું છે જેથી ફરી.એ.કહેલ કે,મારી કોઇ સત્તા નથી કે હું આમ કરું તમે ટી.ડી.ઓ. તથા તાલુકા પ્રમુખ સાથે વાત કરો તેમ કહી તે જતા હતા એ વખતે કાંતિ ભાઈ વળવી ગુસ્સામાં આવી લાકડા વડે પરેશ વસાવાને મારવા જતા તેમણે હાથ ઉચો કરતા કોણીમાં બે ત્રણ સપાટા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાગબારા પોલીસે પરેશ વસાવાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..