ગુલામહુશેન ખત્રી રાજપારડી
નવરાત્રી એટલે ભક્તિમય માહોલ વચ્ચે ગરબે ઘુમવાનો આનંદ આપતુ પર્વ.આધશક્તિ ની ઉપાસના ના આ પર્વ ની યુવા વર્ગ આતુરતા થી રાહ જોતો હોયછે.નવરાત્રી નિમિત્તે ઠેર ઠેર ગરબા મહોત્સવો યોજાય છે.પ્રાચીન સમયથી શેરી ગરબા એ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ નુ નવલુ નઝરાણુ રહ્યું છે.ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે બજાર નવયુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવ નું આયોજન કરાયું છે.ડીજે ના સથવારે ગરબા રસીકો ગરબે ઘુમવાનો લ્હાવો લઇ રહ્યા છે.નવયુવક મંડળ ના સભ્યો દ્વારા ગરબા મહોત્સવ નું આયોજન સફળ રીતે યોજાયુ છે.આમ નવરાત્રી નિમિત્તે રાજપારડી ના ગરબા રસીકો પણ ગરબે ઘુમવાનો આનંદ લઇ રહ્યા છે.નવરાત્રી પુર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે દસેરા નો તહેવાર દિવાળી ના આગમન ની આલબેલ પોકારશે.અને તેની સાથે સાથે નવા વર્ષ ને વધાવવા ના આયોજનો પણ થશે.
Advertisement