તારીખ 5-10-19 ને શનિવારના રોજ સવારે 8 થી ૪ કલાક દરમિયાન ગીર નેચર કલબ વિસાવદર અને વનવિભાગ દ્વારા ભલગામ સ્કૂલના વિદ્યાર્થીઓને મેલડી આઈ ના નાકેથી સુવરડી નેસ બાજરીયા ચેકડેમ સાઈડ પર વિદ્યાર્થીને પરિભ્રમણ કરાવી ફોરેસ્ટ ગાર્ડ ચંદેરાભાઈ એ વન્યપ્રાણી, વન્ય પક્ષી, વન્ય ઔષધિના ઝાડ વિશે માહિતગાર કરેલ હતા.
અંતમાં મેલડી આઈ ફોરેસ્ટ નાકે સમાપન સમારોહમાં ગીર નેચર ક્લબના પ્રમુખ રમણિક દૂધાત્રા એ વન્ય પ્રાણીને લગતા પ્રશ્ન મંચનું આયોજન કરી ત્વરિત જવાબ આપેલ વિદ્યાર્થીને નોટબુક પેન આપી પ્રોત્સાહિત કરેલ અને પ્લાસ્ટિકના બહિષ્કાર કરવાનો સંકલ્પ કરાવી કાપડની થેલીનું વિતરણ કરાયું હતું જેમાં ભલગામ સ્કૂલના ચતુર્વેદી, સાવલિયા,કલ્પેશ હીરાપરા, વનવિભાગના રામાણી અને ગઢવી સહિતના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા.
કૌશિકપુરી ગૌસ્વામી
વિસાવદર
Advertisement