જંબુસરની એસટી ડેપોની બસનો ડ્રાઈવર જંબુસરથી ઉમરા તરફ જઇ રહ્યો હતો ત્યારે તે બસને પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા સામેથી આવતી મોટરસાઇકલ સવારને તેમજ સામેથી પસાર થતી બીજી મોટરસાઇકલ સવારને અડફેટમાં લેતા મોટરસાઇકલ સવાર મુશાભાઈ જમાલભાઈ વ્હોરા ઉ.63 તેમજ તેમના ભત્રીજા સિરાજભાઈ યુનુસભાઈ વ્હોરા ઉ.13 રે.વેડમ તા.જંબુસરનાઓને અડફેટમાં લેતા ધટના સ્થળે જ મુશાભાઈ જમાલભાઈ વ્હોરાને ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. જયારે બીજા અન્ય બે વ્યક્તિઓને વધુ ઇજાઓ થતાં પ્રથમ જંબુસરની રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા. જો કે આ એસટી બસ અને બે મોટરસાયકલના અકસ્માતને કારણે ઉમરા ગામ પાસે માણસોનું વિશાળ ટોળું ભેગું થઈ ગયું હતું.અને મરણ જનાર મુશાભાઈ વ્હોરા રે.વેડમનાઓ જંબુસર તાલુકા પંચાયતના નિવૃત કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે યાકુબભાઈ મુશાભાઈ ડ્રાઇવરે જંબુસર પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ છે. જંબુસરના પીઆઇએ આગળની વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મરણ જનાર મુશાભાઈ વ્હોરા ધાંચીના વતન વેડમ ગામે જાણ થતાં તેમનો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.
જંબુસર તાલુકાનાં ઉમરા ગામ પાસે એસટી બસે બે મોટરસાયકલોને અડફેટમાં લેતા એકનું મોત બે ધાયલ
Advertisement