Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ: મુસ્લિમ યુવતીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર પ્રકાશ મોદી સામે કાર્યવાહી કરવા માંગ

Share

ભરૂચના પ્રકાશ મોદી દ્વારા મુસલમાન સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરીનો મેસેજ વાયરલ કર્યો હતો. જય માતંગી માં ૧ ભરૂચના નામે વૉટ્સઍપ ગ્રુપમાં પ્રકાશ મોદીના નામે એક પોસ્ટ ઉપલોડ કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે ????”હવે મુસ્લિમ છોકરીઓ મુસ્લિમ છોકરાઓના ત્રાસના અને ઐયાસીપરણા ના કારણે તેઓ સાથે નિકાહ કરવાનું પસંદ કરતી નથી તેવું લાગી રહ્યું છે જેથી હિન્દુ યુવાનો જો કોઈ મુસ્લિમ સુકન્યા સાથે અગ્નિની સાક્ષીએ લગ્ન કરી સંસારમાં ઈચ્છતા હોય તો હું મારા ખર્ચે અને જોખમે લગ્ન કરાવી આપવા તૈયાર છું”
 પ્રકાશ મોદીના વાયરલ મેસેજથી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી અને કોમી એકતા તોડવાના પ્રયાસ કર્યો હતો. જેના વિરોધમાં આજ રોજ તા. ૦૫/10/૨૦૧૯ એ જંબુસર પોલીસ સ્ટેશન માં એફ.આઇ.આર FRI દાખલ કરાવવા માટે અરજી કરેલ છે. જેમાં જંબુસર શહેરના શેહજાદ હિન્દુસ્તાની, અયાઝ મિરઝા, સિદ્દીક ડેંડી, નઈન પટેલ, સાલેહ પટેલ સહિતના મુસ્લિમ યુવાનોએ ભેગા મળી જંબુસર પોલીસ સ્ટેશનમાં પ્રકાશ મોદી સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. ત્યારે જંબુસર પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
જયારે આ અંગે અભદ્ર ટિપ્પણી કરનાર પ્રકાશ મોદીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓનો મોબાઇલ બંધ હોવાથી સંપર્ક થઇ શક્યો નથી.

રીપોર્ટર ઇરફાન પટેલ આમોદ

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા ખાતે ખાસ સામાન્ય સભા મળી, વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાઓ જામી

ProudOfGujarat

ભરૂચ સબજેલના એક બેરેકના શૌચાલયમાંથી મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

લોકડાઉન વચ્ચે મહાનગરોમાં ફસાયેલા ગ્રામિણ શ્રમિકોની કફોડી હાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!