Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ગાર્ડનસિટીના ગરબા આયોજકો સવાણીબંધુઓ સામે ફરિયાદ

Share

અંકલેશ્વર શહેરમાં ગાર્ડનસિટીના ગરબા આયોજકો વિરુદ્ધ ગરબાની ટિકિટ કરતાં વધુ ભાવ લઈ બ્લેક માર્કેટિંગ કરી વધુ નાણાં પડાવતાં હોવાની ફરિયાદ અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ જ્યેન્દ્રસિંહ ભરથાનિયા દ્વારા દાખલ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ગાર્ડનસિટી અંકલેશ્વરમાં સવાણી પરિવાર અને માનસી રિયલ્ટીના નામથી દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરેલ છે. જેની દસ દિવસની પાસની કી.રૂ.900/- છે. એક દિવસના એક વ્યક્તિદીઠ રૂ.100/- થાય છે. આ ગરબાના પાસનું વેચાણ ગાર્ડનસિટીના સંચાલકો દ્વારા દુકાનદાર તથા ખાનગી વ્યક્તિઓને કમિશન ચૂકવી કરવામાં આવે છે. પછીથી આ આયોજકો દ્વારા મંડળી બનાવી તમામ ગરબાના પાસ બજારમાંથી મંગાવી લઈને તેઓ સ્થળ પર રૂ.220/-ના ઊંચા ભાવે વેચાણ કરી માતાજીનાં નામે ધિકતી કમાણી કરી બ્લેક માર્કેટિંગ કરતાં હોય અને આ ફરિયાદી તા.03-10-19 ના રોજ આયોજકો રૂ.100/-નો પાસ રૂ.220/- માં વેચાણ કરતાં હોવાનું જણાવતા અને ફરિયાદીઓ આ બાબતે પૂછતાં આયોજકોનો હુકમ છે કે પાસ રૂ.220/- માં જ વેચવો તેમ જણાવતાં ફરિયાદીઓ તે બાબતનું મોબાઇલમા વિડીયો રેકોડિંગ કરી લીધેલ અને આ ગરબા આયોજકો સામે ફરિયાદ કરી યોગ્ય તપાસ કરી પગલાં ભરવાની માંગ કરી છે.
તેવી જ રીતે ભરુચ સિટીમાં પણ જુદા જુદા ગરબા ગ્રાઉન્ડ પર ગરબા આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરી અને ત્યાં ઊંચા ભાવે સ્ટોલનું ભાડું વસૂલ કરવામાં આવે છે અને પછી તે સ્ટોલ ઉપર વસ્તુદીઠ રૂ.5થી રૂ.10 તેની MRP કરતાં વધુ વસૂલ કરી વેચાણ કરાય છે. આમ આ ગરબા આયોજકો દ્વારા દરેક જગ્યાએ લોકો પાસેથી વધુ નાણાં પડાવવામાં આવે છે અને આવા ગરબા ગ્રાઉન્ડ પર મોટામોટા અધિકારીશ્રીઓ પણ હાજરી આપે છે છતાં આંખ આડા કાન કરી પ્રજાના ખિસ્સા પર ભાર વધારવાની છૂટ આપે છે તે બાબતની ચર્ચા લોકો મુખે ચર્ચાય રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ વાગરા રોડ પર મારુતિ વાન પલ્ટી મારતા ચાર થી વધુ લોકો ઘાયલ થયા હતા …

ProudOfGujarat

ઝઘડીયા : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી દ્વારા વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

અંકલેશ્વર : કેશવપાર્ક ખાતે નવા RCC રોડના કામનુ ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!