રાજપીપલા, આરીફ જી કુરેશી
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરતા સમિતિના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્ય.
રાજપીપલા,ગુજરાતવિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યના વડપણ હેઠળની સમિતિમાં સમાવિષ્ટ ધારાસભ્યો ડૉ. અનિલ જોશીયારા, શંભુજી ઠાકોર, સોમાભાઇ કોળી પટેલ, રમઘવજીભાઇ પટેલ, કુબેરભાઇ ડિંડોર, કેતનભાઇ ઇમાનદાર, પી.ડી.વસાવા, શ્રીમતી સીમાબેન, શ્રીમતી સંગીતાબેન પાટીલ સહિતના સભ્યોની અંદાજ સમિતિએ આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, ફલાવર ઓફ વેલી, રિવર રાફટીંગ પણ મુલાકાત લીધી હતી.
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યના વડપણ હેઠળની આ સમિતિ સાથે ઉપસચિવ એમ.એચ.કરંગીયા અને અન્ય સ્ટાફગણ પણ સાથે જોડાયા હતાં. સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક ઇજનેરશ્રી જે.કે.ગરાસીયા અને કાર્યપાલક ઇજનેર એ.વી.ગજજર પણ આ મુલાકાતમાં સાથે રહીને સમિતિને જે તે સ્થળ પર તકનિકી જરૂરી જાણકારી સાથેની વિગતોથી માહિતગાર કર્યા હતાં.
ઉક્ત સમિતિના સભ્યશ્રીઓને આ મુલાકાત પ્રસંગે કેવડીયા વી.આઇ.પી. ગેસ્ટ હાઉસ ખાતે નર્મદા ડેમના અધિક્ષક ઇજનેર એચ.આર.કાનુનગોએ સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિમાર્ણને લગતી વિસ્તૃત જાણકારી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. ત્યારબાદ સભ્યશ્રીઓએ ગરુડેશ્વર દત્ત મંદિરના દર્શન સાથે પૂજા-અર્ચના કરી હતી. આ ઉપરાંત સમિતિના સભ્યશ્રીઓએ સરદાર સરોવર ડેમની મુલાકાત દરમિયાન નર્મદા ડેમના અધિક્ષક ઇજનેર એચ.આર.કાનુનગો અને કાર્યપાલક ઇજનેર એ.વી.ગજ્જરે નર્મદા ડેમની તકનીકી જાણકારીથી સમિતિને વાકેફ કર્યા હતા. ત્યારબાદ અંદાજ સમિતિના સભ્ય ઓ રિવર-રાફટીંગ, વેલી ઓફ ફલાવર્સની પણ મુલાકાત લીધી હતી.
અંતમાં ડૉ. નિમાબેન આચાર્યના વડપણ હેઠળની આ અંદાજ સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવકને લીધે ડેમની જળ સપાટીમાં સતત થઇ રહેલા પાણીના વધારાના લીધે ડેમમાંથી પાણીના થઇ રહેલા આઉટફલોનો અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યના વડપણ હેઠળની સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, વેલી ઓફ ફલાવર્સ, રિવર રાફટીંગ વગેરેની લીધેલી મુલાકાત
Advertisement