ભરૂચના નેશનલ હાઈવે પર નર્મદા ચોકડી પાસે આવેલાં મિલન પાર્ટી પ્લોટ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ ભરૂચ ધ્વારા પ્રતિવર્ષ ગરબાનું સુંદર આયોજન થઈ રહ્યું છે. ગણેશ મહોત્સવ અને નવરાત્રીના તહેવાર હવે લોકોમાં જાગૃત્તિ લાવવા માટે મહત્વનું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યા છે. ભરૂચમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલા સમાજ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ હેલમેટ પહેરીને ગરબે ઘુમ્યાં હતાં.
ભરૂચ શહેર તથા જિલ્લામાં સ્થાયી થયેલાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા દર વર્ષે નવરાત્રીમાં ગરબા મહોત્સવ યોજવામાં આવે છે. ભરૂચના નેશનલ હાઈવે પર નર્મદા ચોકડી પાસે આવેલાં મિલન પાર્ટી પ્લોટ ખાતે ગરબાની રંગત જામી રહી છે. તાજેતરમાં અમલી બનેલા ટ્રાફિકના નવા નિયમોમાં ટુ વ્હીલર વાહનચાલકો માટે હેલમેટ પહેરવો ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે. હેલમેટ પહેરવાથી વાહનચાલકોમાં હેલમેટ પ્રતિ જાગૃતિ લાવવા માતે થતાં પ્રદુષણને અટકાવવા માટે તેમણે લોકોને પ્લાસ્ટીકના બદલે કાપડની થેલી વાપરવા માટે હાકલ કરી હતી એમ શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ ભરૂચના પ્રમુખશ્રી લક્ષ્મણભાઈ કંબોડી ધ્વારા જણાવાયું છે.
શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ ભરૂચ ધ્વારા વિવિધ થીમ આધારિત થતાં ગરબા ખેલૈયાઓએ હેલમેટ તથા પ્લાસ્ટિકમુક્ત ભારતના સંદેશા સાથે ગરબે ઘુમ્યા.
Advertisement