વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા તથા ભરૂચ પોલીસ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ ત૨ફથી જીલ્લામાં બનેલ મર્ડર તથા લુટ તથા ચોરીના બનેલ ગુના ઓ શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણી તથા પોલીસ ઈન્સપેકટર આ૨.કે. ધુળિયા નાઓએ શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે આધારે આજરોજ અંક્લેશ્વર શહેર પો.સ્ટે વિસ્તા૨માં પેટ્રોલિંગમાં હતા તે દ૨મ્યાન એ.એસ.આઇ. ધર્મેશભાઈ યોગેશભાઈ નાઓને અંગત બાતબીદારથી બાતમી મળેલ કે વાલીયા પોલીસ સ્ટેશન ગુ ૨.નંબ૨/૭૩/૨૦૧૯ ઇપીકો ક. 302 મુજબના ગુનાનો મર્ડરનો નાસતો ફરતો આરોપી સુરેશ ભાઈ ભીખાભાઈ ગોહિલ નુ બસ સ્ટેશન પાસે ફરતો હોવાનુ મળેલ બાતમી આધારે બસ સ્ટેશન પાસેથી મળેલ બાતમી વાળા વર્ણન વાળો ઈસમોને પકડી પાડી નામ ઠામ પુછતા સુરેશભાઈ ભીખાભાઈ ગોહિલ ઉ.વ 3ર હાલ ૨હે, પણસોલી તા.વાલીયા જી.ભરૂચ મુળ ૨હે, ફાજલપુર,ડેરીવાળું ફળિયું તા.જી.વડોદરા હોવાનુ જણાવેલ જેને ગુના સબંઘે પુછ-પરછ કરતા ઉપરોકત ગુનાની કબુલાત કરતો હોય સી.આર.પી.સી ૪૧ ૧(આઈ) મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી પોલીસ સબ ઈન્સપેક્ટર, પ્રો. પો.સ.ઈ જે.પી.ચૌહાણ તથા એ.એસ.આઈ. ધર્મેશભાઈ યોગેશભાઈ તથા પોકો લલીતભાઈ સોમાભાઈ નાઓ મારફતે ક૨વામાં આવેલ છે.
વાલીયા પોલીસ સ્ટેશનના મર્ડ૨ ના ગુનાનો નાસતો ફરતો આરોપી શોધી કાઢતી અંકલેશ્વ૨ શહે૨ પોલીસ
Advertisement