ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
બુધવારે રાત્રે ચીસતીયા કમ્પાઉન્ડ માં મગરો નજરે દેખાયા હતા. મગરો ને પકડવા હાથ ધરેલાં પ્રયત્નો માં નિષ્ફળતા મળતાં રાહદારીઓ રહીશો ની ઊંઘ હરામ થઈ જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રેલવેસ્ટેશન ની વલણ ગામ તરફ આવેલાં ક્રોસિંગ નંબર ૧૯૮ ને અડી ને આવેલાં ચિસ્તીયા કમ્પાઉન્ડ માં વરસાદી પાણી નાં ભરાવા માં એક થી વધું બે અથવા ત્રણ જેટલાં મગરો વરસાદ માં ભરાયેલાં રહેતાં અસહ્ય પાણી માં તણાય ને આવી ચઢયા છે. બે દિવસ પહેલા અહીં એક મગર નજરે ચઢ્યો હતો.અહીં રહેતાં રહીશો એ ઓહાપોહ કર્યો હતો.જે પલક ઝપક માં રાત્રી નાં અંધારા માં ગુમ થઈ ગયો હતો.બીજા દિવસે કઈ પણ ઠેકાણે મગર જોવાયો નાં હતો. ગત રાત્રી નાં મગર નજરે પડ્યો હતો જે ને પકડવાની કોશિશ કરતાં તે છટકી ગયો હતો. અહીં એક થી વધુ મગરો છે એવું અનુમાન કરવામાં આવે છે જે આ વિસ્તાર નાં લોકો માટે જોખમી પુરવાર થઇ શકે છે. આ રાહદારી રસ્તો છે વલણ ફાટક નજીક માં મગરો રાત્રે રસ્તા ઉપર પણ આવી શકે છે.લાલ જીન વિસ્તાર માં તેમજ અન્ય માર્ગે ગામ માં પણ પ્રવેશી શકે છે.દિવસે મગરો ની શોધ કરી પાંજરે પુરવા લોકો માંથી માંગણી છે.
જંગલ વિભાગ આ બાબતે સઘન પ્રયત્નો હાથ ધરે અને વરસાદી પાણી નીકળી જાય તો મગર પકડાય એવી પણ ગણતરી મુકાય રહી છે.પાલેજ પંચાયતે સુધીયા મશીન વડે વરસાદી પાણી કાઢવાની પણ કવાયત હાથ ધરી છે.