પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં રહેતા મોહમ્મદ ફારૂક અબ્દુલ 29-9-2019 ના રોજ કામ અર્થે પોતાના સગાને ત્યાં સુરત માટે ગયા હતા જ્યારે તારીખ 3-10-2019 ના રોજ તેમના સગાસંબંધીઓ નો ફોન આવતા જણાવ્યું હતું કે તમારા ઘરનું તાળું તોડી કોઈ ઇસમ ચોરી કરી ગયો છે જ્યારે ઘર માલિક ઘરે પરત આવતા જોયું તો ઘરનું તારા નો નકૂચો તોડી રૂમમાં પ્રવેશ કરી કોઇ અજાણ્યા ચોર ઈસમ દ્વારા સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળીને કુલ ૧૦ લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ પણ હાથફેરો કરી કોઇ ચોરી કરી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરી હતી અને અંકલેશ્વર શહેર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી અજાણ્યા ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જ્યારે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં સતત બે દિવસ ની અંદર ૪થી ૭ જેટલા ઘરોના તાળાં તોડી ચોરી કરી ગયા હોય ત્યારે હવે પોલીસ તંત્ર ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે દરેક ચોરી થયેલ ના પરિવારજનો વહેલા તકે પોલીસ પેટ્રોલીંગ વધારે તેવી માંગ કરી રહ્યા છે.
અંકલેશ્વરમાં ચોરોનો ત્રાસ વધ્યો વધુ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 10 લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર…
Advertisement