રાજપીપળા, આરીફ જી કુરેશી
એક તરફ ગુજરાત સરકાર “ભણશે ગુજરાત ” ના નારા લગાવી રહી છે ત્યારે રાજપીપળાની એક પ્રાથમિક શાળાનો બાળકો પાસે જોખમી કર્યો કરાવતો કિસ્સો સામે આવ્યો છે.
રાજપીપળા ની મધ્યમાં આવેલી ઝાંસીકી રાણી લક્ષ્મી બાઈ પ્રાથમિક શાળામાં બાળકો જીવના જોખમે ઝાડી ઝાંખરામાં આવેલ સબમરસીબલ હેવી બોરિંગ ની મોટર ચાલુ કરી જોખમી કુદકા મારી ટાંકી ઉપર ચઢી પાણી ભરવા નો કિસ્સો સામે આવ્યો છે.
આ બાબત મીડિયાના ધ્યાને આવતા અમે શાળાના આચાર્ય સાથે વાત કરતા તેઓએ બાળકો પાસે આવા કામ કરાવતા હોવાનું કરણ ધરતા જણાવ્યું હતું કે શાળાઓમાં બાળકોની એક અલગ કમિટી બનાવવામાં આવે છે જેમાં બાળકો પોતાની જાતે નેતૃત્વ કરી પોતાની જવાબદારી સંભાળતા શીખે માટે આવી પ્રવુતિ બાળકો માટે જરૂરી હોય એમ અમે કરાવીએ છીએ.. પણ તમે બાળકો પાસે મોટર ચાલુ કરાવવી ક્યારેક જોખમરૂપ થઈ શકે એ વાત પર અમે ચોક્કસ ધ્યાન આપી આ કામગીરી અન્ય ને સોંપીશુ એમ શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું ઉપરાંત પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી બી એમ નિનામા સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મારા ધ્યાને આ વાત આવી નથી હું ચોક્કસ શાળા ને આ બાબતે સૂચના આપીશ તેમ જણાવ્યું હતું.
અહીં સવાલ એ છે કે શું બાળકો ને આવા જોખમી કામો આપી શકાય ? અને જો ક્યારેક કોઈ અણબનાવ બને અને અકસ્માત સર્જાય કે ભગવાન ન કરે ને કરંટ લાગવાથી કે ટાંકી ઉપરથી પડી જવાથી કોક બાળક ને ઇજા થાય તો તે માટે જવાબદાર કોણ…? એક તરફ સરકારી શાળાઓ અને શિક્ષણ બંને ની કથળેલી સ્થિતિ સુધરતી નથી અને આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે..શું આવી રીતે ભણશે ગુજરાત…..???