પંચમહાલ રાજુ સોલંકી
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહાત્મા ગાંધીજી ની ૧૫૦મી પુણ્યતિથિની ધામધૂમ પૂર્વક તથા અલગ અલગ જિલ્લાઓમાં કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગોધરા શહેરમાં આવેલ ગાંધી આશ્રમવિકાસ ઝંખે છે? જેનું મુખ્ય કારણ અહી રહેતા ૪૦ વિદ્યાર્થીઓ જેવો ગોધરા તાલુકા ના અલગ અલગ ગામડાઓ માંથી આવી અહીં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આવા વિદ્યાર્થીઓને જોઈતી અપૂરતી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ તેવું જાગૃત નાગરિકો ની માંગ છે સમગ્ર દેશમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મેક ઇન ઇન્ડિયા સ્ટાટઅપ ઇન્ડિયા મેરા દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ જેવી વણથંભી વાતો કરી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા શહેરમાં ગાંધી આશ્રમમાં રહેતા ૪૦ વિદ્યાર્થીઓની હાલત અપૂરતી સુવિધા ઓથી વંચિત જોવા મળી રહી છે? અમારા પ્રતિનિધિ જ્યારે ગોધરામાં આવેલ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી ત્યારે આશ્રમમાં રહેતા બાળકો ની વ્યથા કઈ આવી જોવા મળી હતી કે જે વિદ્યાર્થીઓ આ આશ્રમમાં રહે તે ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે અને ગોધરામાં આવેલ અલગ અલગ શાળામાં અભ્યાસ કરવા જાય છે અને ત્યારબાદ તેવા પાછા આશ્રમમાં આવી રહે છે અમારા પ્રતિનિધિ દ્વારા જ્યારે આશ્રમમાં મુલાકાત લીધી ત્યારે ત્યાં રહેતા વિદ્યાર્થીઓની રહેવાની તથા સૂવાની જગ્યા ની આજુ બાજુ માં પાણી ભરાઈ ગયેલા ખાબોચિયા જોવા મળ્યા હતા આ બાબતે અમે વિદ્યાર્થીઓને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ચોમાસામાં વરસાદ વધુ પડવાથી અને છત ઉપર થી પાણીના ટપકાંઓ પડતા અહી પાણી ભરાઈ જાય છે. આમ તો ગુજરાત રાજ્ય સરકાર વિકાસ ની વણથંભી વાતો કરી રહી છે ત્યારે આવી અપૂરતી સુવિધા ઓથી વંચિત બાળકોની મુલાકાત લઈ તેમને મળવા પાત્ર સુવિધાઓ પુરી પાડવામાં આવે જાગૃત નાગરિકો ની માંગ ઉઠવા પામી છે હાલમાં આ ગાંધી આશ્રમ નું સંચાલન ગુજરાત હરિજન સેવક સંઘ દ્વારા કરવામાં આવે છે આ આશ્રમમાં મહાત્મા ગાંધી, ચંદ્રશેખર આઝાદ, સ્વામી વિવેકાનંદ, ડૉ બાબા સાહેબ આંબેડકર, જવાહર લાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, સરદાર વલ્લભભાઈ પટેલ, રવીન્દ્રનાથ ટાગોર, મહાવીર સ્વામી,વિનોબા ભાવે, મામા સાહેબ ફાડકે, વગેરે જેવા મહાનુભાવો અહી પ્રસ્થાન કરી ચૂક્યા હોય ત્યારે આ આશ્રમમાં રહેતા ૪૦ વિદ્યાર્થીઓને અપૂરતી સુવિધા ઓથી વંચિત કેમ?? જ્યારે ગુજરાત રાજ્ય સરકાર તથા પંચમહાલ જિલ્લાની પ્રશાસન તંત્ર દ્વારા ૧૫૦મી પુણ્યતિથિ નિમિત્તે તડામાર તૈયારીઓમાં વ્યસ્ત હોય તો અહીં આવેલ ગાંધી આશ્રમમાં રહેતા ૪૦ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી ને દૂર કરે અને અપૂરતી સુવિધા ઓથી વંચિત છે તો તેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો સાચા અર્થમાં મહાત્મા ગાંધીજી ની ૧૫૦મી પુણ્યતિથિની ઉજવણી સાર્થક ગણાશે.