રાજપીપળા : આરીફ જી કુરેશી
પ્રથમ નંબરે પ્રતાપનગર શાળાની વસાવા હિરલબેન બીજા નંબરે રાજપીપળા રાજેન્દ્ર વિદ્યાલયનો દેવ શાહ જયારે ત્રીજા નંબરે કેવડિયા કોલોની સ્કૂલની ભુમિકાબેન વસાવા એ બાજી મારી.
રાજ્ય સરકાર દ્રારા હાલ ગાંધીજીની 150 મી જન્મ જયંતિ નિમિતે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા હોય જેમાં સ્કૂલોમાં હરીફાઈઓ દ્રારા વિદ્યાર્થીઓમાં રહેલી આવડત બહાર લાવવા કલા મહોત્સવ સ્પર્ધા દ્રારા વક્તૃત્વ, નિબંધ, ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હોય રાજપીપળાની રાજેન્દ્ર હાઈસ્કૂલ દ્રારા પણ આ તમામ સ્પર્ધા માં બાળકો એ ભાગ લીધો હતો જેમાં ગત સપ્તાહે ચિત્ર સ્પર્ધા માં રાજેન્દ્ર હાઈસ્કૂલ માં ધોરણ 11 અ માં અભ્યાસ કરતા દેવ શાહ એ “પ્લાસ્ટિક મુક્ત ભારત” નામનું એક સુંદર મેસેજ આપતું ચિત્ર દોરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ત્યારબાદ આજે મંગળવારે જીલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધા યોજાઈ જેમાં પ્રથમ નંબરે પ્રતાપનગર શાળાની વસાવા હિરલબેન બીજા નંબરે રાજપીપળા રાજેન્દ્ર વિદ્યાલયનો દેવ શાહ જયારે ત્રીજા નંબરે કેવડિયા કોલોની સ્કૂલની ભુમિકાબેન વસાવાએ બાજી મારી હતી સ્કૂલ, તાલુકા અને જીલ્લા ની આખી સ્પર્ધામાં સતત ત્રણ વાર દેવ શાહ એ નંબર મેળવી હેટ્રિક મારી હતી જેમાં અગાઉ બે વાર પ્રથમ અને હાલ દ્વિતીય સ્થાન મેળવી રાજેન્દ્ર વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે. જીલ્લા કક્ષાની આ સ્પર્ધામાં રાજેન્દ્ર વિદ્યાલયના શિક્ષક રાજેન્દ્ર પટેલ સાથે અન્ય શાળાના કેયુર પટેલ અને પ્રિયકાન્ત ભગત એ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી.