માં આદ્યશક્તિનું નવરાત્રિ પર્વ હાલ ચાલી રહ્યું છે. જેમાં આબાલ, વૃદ્ધ સૌ કોઈ ઝુમી ઊઠે છે ત્યારે જંબુસર ખાતે બી.એ.પી.એસ. તથા હરિધામ સોખડાના હરિભક્તો દ્વારા પારાયણ તથા ભક્તિપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાનનો રાજીપો લૂંટવાની અમુલ્ય ટકમાં માં આદ્યશક્તિ પર્વનો ભવ્યત્વતિભવ્ય ઉજવણી ભક્તિપર્વ તરીકે ઉજવવામાં આવી રહી છે. જેમાં જીવણલક્ષી તથા આદ્યાત્મલક્ષી પેરણાઓ, જ્ઞાન સાથે ગમ્મત આપતી વિવિધ રમતો, કવીઝ વિડીયો શો સહિત પગના થનગનાટથી હૈયાના હેતે ગરબા, દાંડિયારાસ, પારાયનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના સંપ્રદાયના વિધવાન સંતો સંગ-કુસંગ, સેવા, પ્રાર્થના, યુવાનોનું પથ દર્શકવચનામૃત સહિતના વિષયો પર સંતો વક્તવ્ય આપી રહ્યા છે. નવરાત્રીના બીજા દિવસે પણ પ્રાર્થના, ગરબા, દાંડિયારાસ, રમતગમત સહિતની પ્રવૃતિઓમાં યુવાન હરિભક્ત ભાઈ-બહેનો ઉમંગથી જોડાયા હતા.
જીવનમાં ભક્તિની શું મહત્વ છે ? ભક્તિ કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા ગરબા કેવી રીતે રમવા જોઈએ આપણા આત્માની રક્ષા કાજે બહેનો તથા ભાઈઓના ગરબા અલગ કરવા જેથી ઇન્ધ્રિયો અંત:કરણની રક્ષા થાય છે. ભગવાનનું નામ સ્મરણ કરવાથી ભય, કલેશ દૂર થાય શારીરિક, માનસિક, આકસ્મિક પીડા મટી જાય છે. ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની સતત રક્ષા કરી હતી. ભગવાન કર્તાહર્તા છે. જે વ્યક્તિ મોટા પુરુષની આજ્ઞા પાળે તે સુખી થાય છે. પરંતુ આપનું મન ભગવાનને છેતરે છે. દરેક હરિભક્તનું વચનામૃત પ્રથમ 16 તથા 18 પ્રમાણેનું જીવન હોવું જોઇયે તેમ હરિધામ સોખડાના ભક્તિપ્રિય સ્વામીએ વિડિયોના મધ્યમ દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતું.
જંબુસર : જંબુસર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પારાયણ તથા ભક્તિપર્વની ઉજવણી.
Advertisement