ઇમરાન ઐયુબભાઈ મોદી
કુપોષણ મુક્ત મહા અભિયાન અંતર્ગત તારીખ 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે સામુહિક આ રોગ્ય કેન્દ્ર હોસ્પિટલ જંબુસર ખાતે સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા ચાઈલ્ડ માલ ટ્રીટમેન્ટ સેન્ટર CMTCસેવા કેન્દ્ર કાર્યરત છે જેમાં કુપોષિત બાળકો સગર્ભા અને ધાત્રી માતા ઓમાં પોષણ અને વજન વધારવા માટે આંગણવાડી કેન્દ્ર નાં સહકાર થી સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી પોષણક્ષમ આહાર દ્વારા ગુણવત્તા સુધારવા માટે નોંધપાત્ર કામગીરી બજાવવા માં આવે છે.
રાષ્ટ્રીય પોષણ માસ નિમિત્તે સેવા કેન્દ્ર માં ના દર્શન ડોક્ટર વિશેષ અને પ્રોગ્રામ એસોસીએટ ત્રિગુણા મેડમ. રાહુલ સર. સોહિલભાઈ ચોકસી.ની ઉપસ્થિતિ માં CMTC જંબુસર નાં ન્યૂટ્રીશયન કુમારી રશ્મિકાબેન રમણિક વસાવા ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોષક આહાર કેવી રીતે બનાવી શકાય અને બાળકો માટે સ્ત્રીઓમાં કુપોષણ ગુણવત્તા સુધારી શકાય તે માટે વાનગીની વિવિધ રીતો શીખવાડી તેનું નિદર્શન બતાવવામાં આવ્યું હતું.કાર્યક્રમ માં વેજપુલાવ. મસાલા છાશ.ફ્રુડ શલાડ.સુખડી.ઈડલી સંભાર. મમરા.ચણા ભેળ. મિક્ષ ભાજી નાં થેપલા.મુઠીયા. લાડુ ફણગાવેલા કઠોળ ચણા પેર સરગવાના પાન થેપલા. મસાલા ચણા. ફાળો નાં સલાડ.વગેરે વ્યજનો તૈયાર કરી ને નિદર્શન કરવામાં આવ્યું હતું.જેના થી શૌ પ્રભાવિત થયા હતા.
અત્રે cmtc (બાળ સેવા કેન્દ્ર) જબુંસર માં ૧૪દિવસ માટે કુપોષિત બાળકો ને દાખલ કરી પૌષ્ટિક આહાર.દવા.લેબોરેટરી ટેસ્ટ ની સગવડ આપવામાં આવે છે. જ્યારે સગર્ભા ધાત્રી માતાઓને દૈનિક રૂપિયા ૧૦૦/લેખે અને બે ટાઇમ જમવાનું આપવામાં આવે છે અને ૧૫ દિવસે ફરી ચેક અપ કરવામાં આવે છે મહા અભિયાન અંતર્ગત કુપોષણ ની ગુણવત્તા સુધારવા માટે સરકારશ્રી ના પ્રયાસો ની પ્રશંસા થઇ રહી છે .ન્યુટ્રીશન અસિસ્ટન કુ.રશ્મિકા બેન રમણિક વસાવા એ સરકાર નાં આ અભિગમ ને
સફળ બનાવવા બદલ ભારતી. રેણુકા બેન .સુનિતાબેન. સ્ટાફ નર્સ નજરાનાપટેલ સહકાર્યકરો અને શૌ લાભાર્થી ઓનો આરોગ્ય પરિવાર તરફ થી આભાર માન્યો હતો .