ગત તા.17/18/09/2019 ની મોડી રાત્રે ઊંટિયાદરા ગામની સીમમાં પીજી ગ્લાસ નામની બંધ કંપનીમાં પચ્ચીસથી ત્રીસ જેટલા અજાણ્યાં ધાડપાડુ મારક હથિયારો સાથે છ જેટલા કંપનીના સિક્યુરિટી ગાર્ડસ ઉપર હુમલો કરી આતંક મચાવતા હુમલામાં કંપનીના સિક્યુરિટી ગાર્ડસ પૈકી દેવાભાઇ રબારી, પીરાભાઈ રબારી, ગોવાભાઇ રબારી મૃત્યુ પામ્યા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ધવાયા હતા. જે બાબતની ફરિયાદ સિક્યુરિટીના મફાભાઈ રબારીએ અજાણ્યાં પચ્ચીસથી ત્રીસ જેટલા ધાડપાડુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખૂન સાથે ધાડનો ગુન્હો દાખલ થયો હતો અને ગુન્હાની ગંભીરતા જોતાં તપાસ એલ.સી.બી પી.આઈ.જે.એન.ઝાલાને સોપવામાં આવી હતી.
આ ગંભીર ગુન્હાને પોલીસ વિભાગે વડોદરા રેન્જ એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ સ્કવોડ અલગ અલગ ટીમો બનાવી ગુનેગારોને શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી. જેમાં એફ.એસ.એલ. તથા ડોગ સ્કવોડ સીસીટીવી સર્વેલન્સ અને હ્યુમન ઈંટેલીજન્સ્નો ઉપયોગ કરી ગુન્હાનો ભેદ શોધી કાઢ્યો હતો અને મુદ્દામાલ સાથે ટેમ્પો નં. જી.જે.05 એ.યુ.0220 તથા કેબલ વાયરો, દેશી તમંચા, જીવતા કાર્ટિસ, ખાલી કાર્ટિસ મળી કુલ રૂપિયા 1,06,000/- નો મુદ્દામાલ સહિત કુલ 13 આરોપીએ ગુન્હો કર્યો હોવાનો કબુલાત કરી છે. જે પૈકી કુલ 05 આરોપીઓની ધરપકડ કરી બાકી આરોપીઓ સુધી પહોચવા તથા બાકી મુદ્દામાલ મેળવવા તેઓના પોલુઈસ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધારી છે.
ભરૂચ : ઊંટિયાદરા ગામની સીમમાં પીજી ગ્લાસ કંપનીમાં થયેલ ધાડ વીથ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી ભરૂચ પોલીસ
Advertisement