પાલેજ ખાતે પોષણ માહ ઉજવાયો
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
ભરૂચ જીલ્લા ના પાલેજ નગર માં CHC સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ હોઈ જેમા CMTCનો અલગ વિભાગ આવેલ છે CMTC માં આંગણવાડી કેન્દ્ર ના સહિયારા સહયોગથી કુપોષણ બાળકો ની સ્પેશીયલ કાળજી રાખવા માં આવે છે. આજરોજ ઉચ્ચ અધિકારીઓ અતિથિ મહેમાન તરીકે ડૉ.વિરેન્દ્ર સાહેબ, રોશીના મેડમ હાજર રહ્યા પ્રોગ્રામ ના આયોજક CMTCના ન્યુટ્રીશન આસીસ્ટન્ટ જયશ્રી બેન વી.કટારીયાના ઉપક્રમે આંગણવાડી બહેનો દ્વારા વાનગી સ્પર્ધા નુ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું જેમા સરગવા ના પાન થેપલા, સુખડી, હાંડવો,બીટ હાર્ટ, ભેલ, ફાલૂડો, મૂથીયા ,ખજુર રૉલ,રૉટલા,ભાજી,લાડુ વિગેરે જેવી અનેક વાનગીઓ ની સ્પર્ધા રાખવામાં આવી હતી
સ્પર્ધા નું મૂલ્યાંકન અતિથિ અધિકારી મહેમાનો દ્વારા કરવા આવ્યુ.જેમા ઉત્તીર્ણ ક્રમાંક નંબર અપાયો પ્રથમ નંબરે સરગવાના પાનના થેપલા બનાવનાર સ્નેહલ બેન સંદિપ ભાઈ પંચાલ બીજા નંબરે બીટહાર્ટ, જે મંજુલા બેન પ્રમોદ ભાઈ સોલંકી દ્વારા બનાવવામાં આવી હતી ત્રીજા ક્રમે સુખડી જે ફરહીન બેન સુબ્હાન ભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવી હતું ઉત્તીર્ણ જાહેર કરી પ્રોત્સાહિત ઈનામો અતિથિ અધિકારી દ્વારા આપવામાં આવ્યા.