વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
ગુજરાતમાં ચાલતા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના આંગણવાડી, શાળાએ જતા બાળકો, ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો, મદ્રેસા, જુવેનાઈલ હોમ નાં આશરે ૧,૬૪,૦૦,૦૦૦ જેટલા બાળકોને નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે. ર્ડા.શૈલેષ સુતરીયા, પ્રોગ્રામ ઓફિસર દ્વારા રાજ્યના બાળકોની માવજત કરતા શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનું સુચારૂ સંચાલન કરવામાં આવે છે. આરબીએસકે અંતર્ગત આશરે ૬૬૧૨ જેટલા બાળકો આજદિન સુધી વિવિધ પ્રકારનાં કેન્સર તથા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની નિ:શુલ્ક સારવાર આપવામાં આવેલ છે.
દેશમાં પ્રતિષ્ઠિત “સ્કોચ એવોર્ડ” “પીડીયાટ્રીક કેન્સર ટ્રીટમેન્ટ અન્ડર આર.બી.એસ.કે.” માટે ર્ડા શૈલેષ સુતરીયા, પ્રોગ્રામ ઓફિસર, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમને આપવામાં આવેલ છે. તાજેતરમાં દિલ્હીની કન્સ્ટીટ્યુશનલ ક્લબ ઓફ ઇન્ડિયા મુકામે રમેશ પોખરીયાલ, શિક્ષણ મંત્રી ભારત સરકારની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે તેઓને બે સર્ટીફીકેટ ઓફ મેરીટ આપવામાં આવ્યા હતા. સ્કોચએ ૨૦૦૩થી ભારતમાં કાર્યરત પ્રતિષ્ઠિત સ્વતંત્ર સંસ્થા છે જે ભારતના ડીજીટલ, નાણાકીય અને અન્ય દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રભાવને આવરીને તેમાંથી શ્રેષ્ઠ ગવર્નન્સ તરીકે સ્કોચ એવોર્ડ આપે છે અને શ્રેષ્ઠ સંસ્થા તથા પ્રોગ્રામના પ્રયાસને ઉતેજન આપે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ર્ડા શિલ્પા યાદવ જેઓ ગાંધીજીના અંતેવાસી એવા ગંગારામ યાદવનાં પૌત્રી છે. તેઓને “પહેલ” કાર્યક્રમ માટે જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદ સાથે સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. તેઓ ર્ડા શૈલેષ સુતરીયાના ધર્મપત્ની છે આમ કદાચ સ્કોચ એવોર્ડ દેશમાં પ્રથમવાર એક દંપતી ને અલગ અલગ પ્રોજેકટ માટે એક સાથે એનાયત કરવામાં આવેલ છે. “પહલ” પ્રોજેક્ટ અંતર્ગત “મેન્સ્ટુઅલ હાઈજીન “ જેવા બહેનો/તરૂણીઓ માટે અત્યંત અગત્યના વિષયને આવરી લેવામાં આવેલ છે.
ગુજરાતના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમને દેશનો પ્રતિષ્ઠિત “સ્કોચ એવોર્ડ” મળ્યો.
Advertisement