Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર નગરપાલિકાના સફાઇ કામદારોએ પોતાની પડતર માંગણીઓને લઇને મુખ્ય અધિકારીને લેખિત આપ્યું લેખિતમાં જણાવ્યું છે કે દિન પંદરમાં પાડતા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળનો આશરો લેશે..

Share

જંબુસર નગરપાલિકામાં કાયમી ૧૫ તથા ડેલી વેજીસ ૫૫ આમ કુલ આશરે સિત્તેર જેટલા સફાઇ કામદારો ફરજ નિભાવે છે જેઓની વર્ષો જૂની પડતર માંગણીઓ અંગે અખીલ ગુજરાત સફાઇ કામદાર સંઘ દ્વારા લેખિત તેમજ મૌખિક વારંવાર રજૂઆતો સરકાર તથા નગરપાલિકા ચીફ ઓફિસરને કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી કોઇ નિરાકરણ આવેલ નથી (૧) જંબુસર નગર પાલિકાનું વર્ષો જુનું મહેકમ ખાલી પડેલ હોય ખાલી પડેલ મહેકમ વારસદારો વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવે છે તેઓને સીધા કાયમી કરવા (૨)છેલ્લા ત્રણ વર્ષનું બોનસ ચુકવવા બાંહેધરી આપેલ તે મુજબ બોનસનો લાભ આપવો (૩)સરકાર દ્વારા મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા અને ડિફેન્સ ચુકવવા બાબત (૪) સરકાર તરફથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો (૫) સાતમા પગારપંચનો લાભ આપવો (૬) સફાઇ કામદારોને સેફ્ટીના સાધનો પુરા પાડવા તેમજ સિનિયોરિટીના આધારે બઢતી આપવા બાબત (૭) જંબુસર નગરપાલિકાના તમામ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર રોજમદારોને કાયમી કરવા. સહિતની અન્ય માંગણીઓને લઇને મુખ્ય અધિકારીને ઉદ્દેશી જંબુસર નગરપાલિકા ખાતે સફાઇ કામદારોએ લેખિત આપ્યું હતું
આગામી દિવસોમાં દિવાળીના તહેવારને અનુલક્ષી સરકાર તરફથી મળતા લાભો આપવામાં પણ વિલંબ થતો હોય છે કામદારોને લાભોથી વંચિત રાખી તેમનું શોષણ જ કરવામાં આવતું હોય જે દુઃખદ અને ગંભીર બાબત છે બંધારણની જોગવાઇની વિરુદ્ધ છે સફાઇ કામદારોની ઉપરોક્ત પડતર માગણીઓની દિન ૧૫ માં નિરાકરણ નહીં કરવામાં આવે તો ના છૂટકે સંઘ સાથે જોડાયેલ તમામ કામદારો ગાંધી ચિધ્યા માર્ગે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં ફરી કોરોનાનો ધીમી ગતિએ પગ પેસારો..!!

ProudOfGujarat

ભરૂચના જૂના તવરા ગામે ક્ષત્રિય સમાજનો સમૂહ જવારાનું પૂજન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર-સુરવાડી બ્રિજ ઉપર રાત્રિના અંધકારમાં જીવના જોખમે બાળકો રમતા નજરે પડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!