ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
ભરૂચ જિલ્લામાં પાલેજ પંથક માં કપાસ અને તુવેરની ખેતી વાડીક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવે છે. વારંવાર વરસાદ ને પગલે તુવેર ના પાક ને ભારે નુકશાન થતા ખેડૂતો ને કમરતોડ ફટકો પડવા પામ્યો છે.
પાલેજ પંથકમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણીનો ભરાવો થતાં ખેતી પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે .અને નુકસાનનો સર્વે ખેતીવાડી વિભાગની ટીમે કરી ખેડૂતોને વળતર મળે એવી ખેડૂત મિત્રો માંથી વ્યાપક માંગ ઉઠવા પામી છે .ખેતીવાડીમાં કપાસ દિવેલા તુવર ના પાકને થયેલા નુકસાન થી ખેડૂતો પાયમાલ થઈ ગયો છે .ભરૂચ જિલ્લા ખેતીવાડી ટીમ ખેતીવાડી ક્ષેત્રે થયેલ નુકશાનનો સર્વે હાથ ધરવું જોઈએ એવી ખેડૂતોદ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી રહી છે ર્એક મહિનાથી આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે ખેડૂતોએ ખેતી માં અગાઉથી તૈયાર કરેલા કપાસ ના પાકને ભારે નુકસાન થયું છે મોંઘા ભાવના બિયારણ ખાતરનો ઉપયોગ કરી દેવાદાર બનેલો ખેડૂત લીલા દુકાળ જેવી પરિસ્થિતિ નો સામનો કરી રહ્યો છે ખેડૂતો ઉગાડ નાં અભાવે ખેતી કામે જઈ શકતા નથી પાણીથી ભરાઈ ગયા છે .ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળતા તુવેર ના પાક ની અંદર ઘાસ ઊગી નીકળ્યો છે ખેતરોમાં સફાઈ કામગીરી પૂર્ણ થઇ શકતી નથી ખેડૂતો તેમજ ખેત મજૂરો માથે હાથ દઈબેઠા છે. હજારો એકર જમીનમાં કપાસનું વાવેતર કરી બેઠેલા ખેડૂતોને વાવેતર બળી જવાની ભીતી છે. નાણાના અભાવે મુશ્કેલી માં મુકાઈ ગયા છે આવી પરિસ્થિતિમાં સરકાર ની સહાય મળે તેમજ લોન મળે સરકાર તરફથી વળતર મળે અને ખેડૂતો ફરી ખેતી પાકને ઉભો કરવા માટે કમર કશે એવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. આપનો સત્વરે હાથ ધરવામાં જગતના તાત ખેડૂત ફરી બેઠો થાય અને ખેતરો માં કામગીરી નો પ્રારંભ કરે મજૂરીયાત વર્ગ કફોડી હાલત દૂર થાય એવી લોકો પ્રાર્થના કરી રહ્યાં છે.