રાજપીપળા : આરીફ જી કુરેશી
રાજ્યકક્ષાની રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી દરમિયાન રાજપીપળા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજ્યમાં અવ્વલ નંબરે.
22 થી 24 સપ્ટેમ્બરના રોજ રાજ્યો કક્ષાની રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાઈ હતી એમાં જુદી-જુદી સ્પર્ધા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ના વિદ્યાર્થીને શોર્ટ ફિલ્મમાં પહેલો નંબર અને ફોટોગ્રાફિક માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થતા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના પ્રાધ્યાપક આલમ માં ખુશી નું મોજું છવાયું હતું.
નર્મદા જિલ્લાનાં ઢોલાર ગામનો વસાવા ધર્મેશ કુમાર અમરસિંગ જે હાલમાં બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી,રાજપીપલામાં આર્ટસનાં બીજા વર્ષ અભ્યાસ કરે છે, N.S.S ધ્વારા રાજ્ય કક્ષાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાંની એક સ્પર્ધા શોર્ટ મૂવીમાં વસાવા ધર્મેશ કુમારે ભાગ લીધો હતો જેમાં તેમનો પ્રથમ ક્રમ આવેલ છે તેમને પેહલાથી જ ફોટો શૂટ અને વિડિયો શૂટ કરવાનો શોખ હતો.
તેમને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પ્રદુઉષણ થાય છે તે સદભૅ તેમણે 5 મિનિટની નાની મૂવી બનાવી હતી અને તેમનેતે ગુજરાત લેવલે જ્યાં બધીજ ગુજરાતની યુનિવર્સિટી ભાગ લીધો હતો ત્યાં આ વિધાર્થી પેહલો નંબર આવ્યો હતો.
રાજપીપળા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી તરફથી કોચ રાજેશભાઈ ઝાલા સાથે ધર્મેશભાઈ વસાવા જૈમીન અને વિપુલએ ભાગ લીધો હતો જેમાં ધર્મેશ વસાવા અમરસિંહભાઈ શોર્ટ ફિલ્મમાં પ્રથમ અને ફોટોગ્રાફિક પ્રદર્શનમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયેલ છે.